ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓની લિસ્ટમાં શુભમન ગિલનું નામ પણ હતું.
ફાઈનલ પછી, ગિલને ICC દ્વારા એક મોટો એવોર્ડ આપવામાં આવ્યો છે. ICC એ તેમને ફેબ્રુઆરી મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થનો ખિતાબ આપ્યો છે.
શુભમન ગિલે કર્યું શાનદાર પ્રદર્શન
શુભમન ગિલે ફેબ્રુઆરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેથી ગિલને ફેબ્રુઆરી મહિના માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. તેમના સિવાય સ્ટીવ સ્મિથ અને ગ્લેન ફિલિપ્સને પણ ફેબ્રુઆરી મહિનાના બેસ્ટ ખેલાડી માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ ગિલે સ્મિથ અને ફિલિપ્સને હરાવીને ICC પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીત્યો.
ફેબ્રુઆરીમાં, ગિલે 5 ODI મેચમાં 101.50 ની એવરેજથી 409 રન બનાવ્યા. તેને ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની ODI સિરીઝમાં સતત ત્રણ અડધી સદી પણ ફટકારી હતી. આ સિવાય તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી.
શુભમન ગિલની શાનદાર કારકિર્દી
અત્યાર સુધીમાં, શુભમન ગિલે ભારત માટે 32 ટેસ્ટ મેચોમાં 35.05 ની એવરેજથી 1893 રન બનાવ્યા છે. આ સિવાય તેને 55 ODI મેચોમાં 59.04 ની એવરેજથી 2775 રન બનાવ્યા છે. 21 T20 મેચોમાં તેને 30.42 ની એવરેજથી 578 રન બનાવ્યા છે. શુભમન ગિલે વનડેમાં 5 સદી અને વનડેમાં 8 સદી ફટકારી છે, આ સિવાય તેને T20iમાં 1 સદી પણ ફટકારી છે.
શુભમન ગિલે બાબર આઝમની કરી બરાબરી
શુભમન ગિલને ત્રીજી વખત ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ પહેલા તેને જાન્યુઆરી 2023 અને પછી સપ્ટેમ્બર 2023માં પણ આ એવોર્ડ જીત્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમે પણ અત્યાર સુધીમાં ત્રણ વખત ICC પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીત્યો છે. તેનાથી આગળ બીજો કોઈ બેટ્સમેન નથી જેને આ એવોર્ડ જીત્યો હોય. બાબર આઝમે એપ્રિલ 2021, માર્ચ 2022 અને પછી સપ્ટેમ્બર 2023માં પણ આ એવોર્ડ જીત્યો હતો. ઈંગ્લેન્ડના હેરી બ્રુક, બાંગ્લાદેશના શાકિબ અલ હસન, શ્રીલંકાના કામેન્દુ મેન્ડિસ અને ભારતના જસપ્રીત બુમરાહ બે વાર આ એવોર્ડ જીતી ચૂક્યા છે. શુભમન ગિલ બધાને પાછળ છોડી ચૂક્યો છે.


