- ચંદ્રગ્રહણ હોવાથી નિજ મંદિરના કપાટ બંધ થશે
- ચંદ્રગ્રહણ બાદ નિયત વિધિવિધાનો કર્યા બાદ ખોલાશે દ્વાર
- 29 ઓક્ટોબરે ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે
આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબરના મધ્યરાત્રિના થવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થાનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને કેટલાંક મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વાગઢ મંદિર પણ 28 ઓકટોબરને પુનમના દિવસે બપોર બાદ બંધ રાખવા નક્કી કરાયું છે.
28 ઓક્ટોબરના ચંદ્રગ્રહણ છે જેના કારણે વિવિધ મંદિરાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જગપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર બંધ રાખવા અને દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયના બદલાવ કરવા અગાઉ નિર્ણય લવાયા છે જ્યારે પાવાગઢનું મંદિર બપોરથી બંધ હશે તે 29 ઓક્ટોબરે સવારે 8:30 કલાકે મંદિરના દ્વાર ખુલશે. પરિણામે સવારે 8:30 બાદ ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે.
પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને પહોંચતા હોય છે આ સ્થિતિમાં સમયનું ધ્યાન રાખીને દર્શન કરવા પહોંચવું જોઇએ. 28 ઓક્ટોબરે મધરાત્રીએ વર્ષનું બીજુ અને છેલ્લુ ચંદ્ર ગ્રહણ લાગશે. ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં જોવા મળશે.
ક્યારે જોવા મળશે ગ્રહણ
વર્ષનું બીજુ અને છેલ્લું ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબરની મધરાત્રીએ લાગશે. એવામાં તે 29 ઓક્ટોબરે સવારે 1.05 મિનિટ પર પ્રારંભ થશે અને રાત્રે 2.24 મિનિટ પર સમાપ્ત થશે. વર્ષનું છેલ્લુ ગ્રહણ ભારત ઉપરાંત યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રીકા, નોર્થ અમેરિકા, ઉત્તર અને પૂર્વ દક્ષિણ અમેરિકા, હિંદ મહાસાગર, એન્ટાર્કટિકા અને એટલાંટિક મહાસાગારમાં જોવા મળશે.