- જ્ઞાનસાધના યોજનામાં બદલાવ
- અનુદાનિત શાળામાંથી પાસ વિદ્યાર્થીઓને પણ મળશે લાભ
- ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પણ લાભ મળશે
ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપતી જ્ઞાનસાધના યોજનાની જોગવાઈમાં સુધારણા કરી છે, હવે આ યોજના હેઠળ ગ્રાન્ટેડ શાળાઓમાંથી પાસ વિદ્યાર્થીઓને પણ તેની અંદર સમાવી લેવામાં આવ્યા છે. જેથી આ વિદ્યાર્થીઓ પણ યોજનાનો લાભ મેળવી શકશે તેમજ આ યોજના હેઠળ હવેથી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પણ આવરી લેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે રાજ્ય સરકારે એક મોટા નિર્ણય હેઠળ જ્ઞાનસાધના સ્કોલરશિપ યોજનાની જોગવાઈમાં સુધારો કર્યો છે. નવી જોગવાઈ અનુસાર હવેથી અનુદાનિત શાળામાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળી શકશે. તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પણ આ યોજના ઉપયોગી થઈ પડશે.
રાજ્ય સરકારે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના જાહેર કરી હતી. જ્ઞાન સાધનાં સ્કોલરશિપની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. જ્ઞાન સાધના સ્કોલરશિપનો લાભ અનુદાનીત શાળામાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે. તેમજ સરકારી અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓને પણ લાભ મળશે. અને નિયામક દ્વારા પસંદગી પામેલી ખાનગી શાળાને પણ લાભ મળશે. વિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે નવી સ્કોલરશિપ યોજના જાહેર કરી હતી. જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.
શું ખાસ છે આ યોજનામાં?
ગુજરાત સરકારે તેજસ્વી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા ખાસ જાહેર કરેલી આ યોજનામાં સમાવેશ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 સ્કોલરશીપ આપવાની જોગવાઈ છે. તેમજ ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 મળશે અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000ની સ્કોલરશીપ આપવામાં આવશે. સ્કોલરશીપની રકમ ડીબીટીના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા થશે. આમ આ યોજનાથી ખાસ તો તેજસ્વી વિદ્યાર્થીઓ જેમની આવક ઓછી છે અથવા વધુ ફી ભરી શકવાને પાત્ર નથી તેમને આ યોજનાથી ખાસ લાભ મળી શકશે.