- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચનાથ મંદિરે દર્શન કર્યા
- તમામ મુખ્યમંત્રીઓ પંચદેવ મંદિરે દર્શન કરે છે
- નવા વર્ષના દિવસે વૃદ્ધાશ્રમના વડીલો સાથે સમય વિતાવીશ: મુખ્યમંત્રી
આજથી વિક્રમ સંવત 2080ની શરુઆત થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચનાથ મંદિરે દર્શન કર્યા છે. તેમાં તમામ મુખ્યમંત્રીઓ પંચદેવ મંદિરે દર્શન કરે છે. મુખ્યમંત્રી અડાલજ ત્રિમંદિરે પણ દર્શનાર્થે છે. મંત્રીમંડળ નિવાસસ્થાને અધિકારી અને નાગરિકોને શુભેચ્છા આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી છે. તેમજ જણાવ્યું છે કે નવુ વર્ષ આનંદમય અને કલ્યાણમય રહે. આવતીકાલે જનજાતિ દિવસ ઉજવાશે. તથા ભારત સંકલ્પ યાત્રાઓ નીકળશે. લોકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. નવ વર્ષ 2080ની ખૂબ સારી શુભેચ્છાઓ. નવું વર્ષ આનંદમય કલ્યાણમય રહે તેવું શુભેચ્છાઓ. વિકસિત ભારત સંકલ્પના યાત્રા નીકળી રહી છે. જેમાં સૌ લોકો જોડાય તેવી અપીલ છે.
નવા વર્ષના દિવસે વૃદ્ધાશ્રમના વડીલો સાથે સમય વિતાવીશ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
નવા વર્ષના દિવસે વૃદ્ધાશ્રમના વડીલો સાથે સમય વિતાવીશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર પંચદેવ મંદિરે દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયથી તમામ મુખ્યમંત્રી પહેલા પંચદેવ મંદિર દર્શન કરે છે. તેમજ પંચદેવ બાદ અડાલજ ત્રી મંદિર દર્શન કર્યા છે. મંત્રી મંડળ નિવાસસ્થાને પણ અધિકારીઓ અને નાગરીકો સાથે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત કરશે.
અડાલજના ત્રિમંદિરમાં દર્શન-પૂજા કરી બાદમાં તેઓ 8થી 8:45 સુધી મિનિસ્ટર્સ એન્કલેવના કમ્યુનિટી સેન્ટરમાં, 8:50 વાગે રાજભવનમાં, 10:30થી 11:30 સુધી અમદાવાદ સર્કિટ હાઉસમાં અને 11:45 વાગે શાહીબાગ ડફનાળા પોલીસ ઑફિસર્સ મેસમાં શુભેચ્છાની આપ-લે કરશે. તેઓ વચ્ચે 10 વાગે ભદ્રકાળી મંદિરમાં પણ દર્શન કરશે.


