પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા જોવા
અમદાવાદના રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડનમાં ફ્લાવર શૉનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11મા ફ્લાવર શૉનું ઉદઘાટન કર્યું. ફ્લોવર શો 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા જોવા મળશે. ફ્લાવર શૉનો સમય સવારે 9થી રાત્રે 10 વાગ્ય સુધી રહેશે.
ફીની વાત કરીએ તો ફ્લાવર શૉમાં સોમથી શુક્ર રૂ. 50 અને શનિ-રવિ દરમિયાન રૂ. 75 ની ટિકિટ રહેશે. જ્યારે 12 વર્ષના સ્કૂલના બાળકો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. આ વખતે ફ્લાવર શૉમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા મુલાકાતીઓને જોવા મળશે. જ્યારે 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું.
ફ્લાવર શૉમાં અલગ-અલગ સકલ્પચર જેમ કે, મોઢેરા સૂર્ય મંદિર , નવું સંસદ ભવન, ચંદ્રયાનની થીમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર છે. આ વખતે ફ્લોવર શૉમાં હેરિટેજ લૂકથી શરૂ કરીને આધુનિક યુગની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. જ્યારે 400 મીટરની ગ્રીન વૉલ કે જે સૌથી મોટી વૉલ તૈયાર કરાઈ છે. જણાવી દઈએ કે, ફ્લોવર શૉમાં એન્ટ્રી મેળવવા માટે સિવિક સેન્ટરો પરથી ટિકિટ મેળવી શકાશે. ઉપરાંત, ઓનલાઈનથી પણ ટિકિટ મેળવવાની સુવિધા આપવામાં આવી રહી છે.