નાના બાળકો માટે કેટલીક વસ્તુઓ હાનિકારક સાબિત થઈ શકે છે. માતાપિતા પોતાના બાળકો માટે આ વસ્તુઓ તેમના મનોરંજન અથવા ટાઈમપાસ કરવા લાવે છે. પરંતુ આ રમકડાં અથવા સાધનો કયારેક બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. બાળરોગ નિષ્ણાતે કહ્યું કે માતાપિતા બાળકો માટે કયારેક એવા સાધનો અને વસ્તુઓની ખરીદી કરે છે જે તેમના શારીરિક અને માનસિક વિકાસને ધીમો કરી શકે છે. એટલે કયારેય પણ આ વસ્તુઓ બાળકો માટે તો ના ખરીદવી જોઈએ.
આ વસ્તુઓ બાળોક માટે જોખમી
બાળ ઉછેર એ માતાપિતા માટે ધીરજ માગતી પ્રક્રિયા છે. ખાસ કરીને જયારે બાળકો નાના હોય ત્યારે વધુ ધ્યાન આપવું પડે છે. નાના બાળકો ચાલવાનું શીખતા હોય ત્યારે બેબી વોકર્સ માતાપિતા ખાસ લાવે છે. નિષ્ણાતના મતે બેબી વોકર્સ ના ખરીદવું જોઈએ કારણ કે તે બાળકોના પગના સ્નાયુઓના વિકાસને ધીમો પાડે છે અને કેટલાક કિસ્સામાં અકસ્માતનું પણ કારણ બને છે. બાળકોને દાંત આવતા હોય ત્યારે તેઓ દરેક વસ્તુ મોં-માં નાખવા લાગે છે. આધુનિક માતાપિતા બાળક માટે બજારમાંથઈ ફળ નિબલર્સ લાવે છે. જે ફળના દેખાવા જેવા પેસિફાયર આકારના હોય છે. આ ચૂસવાથી બાળકની ચાવવાની ક્ષમતા ધીમી થઈ શકે છે, અને જો યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો, તેમાં બેક્ટેરિયા થતા બાળક બીમારીનો શિકાર થાય છે.
બાળકોને કયારેય ના આપો આ વસ્તુ
બજારમાં બાળકો માટે ઘણા પ્રકારના રંગબેરંગી ફૂટવેર ઉપલબ્ધ છે. ડોક્ટરો કહે છે કે આ ફૂટવેર સુંદર હોવા છતાં, બાળકો માટે હાનિકારક છે. બાળકના પગ ખુલ્લા રાખવા જોઈએ અથવા તો તેમને મોજાં પહેરાવવાનું રાખો. બાળક બરાબર ચાલતું થાય અને થોડું મોટું થાય પછી સાદા ફૂટવેર પહેરાવવા જોઈએ. માથાને આકાર આપતું ઓશીકું બહુ ટ્રેન્ડમાં છે. માતાપિતા શોખ અને આધુનિક બનાવવાના મોહમાં આવા ઓશિકા લાવે છે. પરંતુ કોઈપણ પ્રકારના માથાના આકારના ઓશિકાની બાળકોની જરૂર નથી. એના સ્થાને તમે સાદા, સપાટ ઓશીકાનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)


