- ચીન તિબેટની શાળા, ભાષા, સંસ્કૃતિ અને ઈતિહાસ સમાપ્ત કરવા માગે છે
- જો કે તિબેટ પણ ચીનને જવાબ આપવા નવું પગલું ઉઠાવી રહ્યું છે
- તિબેટમાં આવેલી વોકેશનલ હાઈસ્કૂલને ચીને બળજબરીથી બંધ કરાવી
ચીન અને તિબેટ વચ્ચે ઘણીવાર ધાર્મિક અને જાતિગત લડાઈ જોવા મળતી હોય છે. જેમાં હંમેશા ચીન તિબેટના શહેરોમાં કોઈને કોઈ રૂપે ડખલગીરી કરતું જોવા મળે છે. તાજેતરમાં ચીન સરકારે તિબેટ સંસ્કૃતિ પર હુમલો કરતા એક મોટું પગલું ઉઠાવ્યું હતું. જે પ્રમાણે તિબેટમાં સૌથી જાણીતી શાળાને બંધ કરાવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે બાદ સીટીએ તરફથી અપાયેલ નિવેદનમાં ચીન સરકાર પર આરોપ મૂકતા ચીન સાથે હરિફાઈ કરવા આહવાન કર્યું છે.
ચીને તાજેતરના દિવસોમાં તિબેટમાં આવેલા પ્રસિદ્ધ સ્કૂલ ગોલોગમાં પુરસ્કાર વિજેતા જિહ્મે ગ્યાલત્સેન નેશનલિટીઝ વોકેશનલ હાઈસ્કૂલને બળજબરીથી બંધ કરવાનો આદેશ આપ્યો છે, જે બાદ કહેવામાં આવી રહ્યું હતું કે ચીન સરકાર ખોટા આરોપ મૂકીને શાળા બંધ કરાવી છે. આ સ્કૂલની સ્થાપના 30 વર્ષ પહેલા વર્ષ-1994માં કરવામાં આવી હતી. તિબેટ સંસ્કૃતિ પર આ રીતે હુમલો કરવાના લઈને લોકોમાં ખૂબ ગુસ્સો છે. આમ હવે તિબેટમાં ચીનને ટક્કર આપવાનો નિર્ણય કર્યો છે આ બાદ તિબેટ જલ્દી જ પોતાનો નવો નક્શો પ્રકાશિત કરવાની વાત કરી રહ્યા છે. ચીન સરકારનો મુખ્ય ઉદ્દેશ તિબેટની સંસ્કૃતિને સમાપ્ત કરવાનો છે. જે પર તિબેટનું આ પગલું ખૂબ ભારે પડનારું છે.
શાળા બંધ કરવાનું અસલ કારણ છૂપાવ્યું
છ મહિનામાં તૈયાર થશે તિબેટનો નવો નક્શો
સીટીએ એટલે કે સેન્ટ્રલ તિબિટયન એડમિનિસ્ટ્રેશન મેપ વિશે જણાવ્યું હતું કે તપાસ, સરવે બાદ તિબેટનો નવો ઓનલાઈન નક્શો તૈયાર થઈ જશે. તિબેટના તમામ સ્થળો, જાણીતા મંદિરો, શાળાઓ વિશે જાણકારી અપાશે.


