- વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં CID ક્રાઇમના દરોડા
- સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ પર UK, કેનેડા મોકલતા
- વિઝામાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તેની તપાસ થશે
લોકોને વિદેશ મોકલવાના મામલે હાલમાં વિવિધ રીતે ઠગાઈ કરવામાં આવી રહી છે. જેમાં હવે નકલી વિઝા મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં રાજ્યના વિવિધ મહાનગરોમાં વિઝાનુ કામ કરતી એજન્સીઓમાં સ્ટેટ સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, વડોદરાનાની માઇગ્રેશન ઓવરસીઝ નામની વિઝાનું કામ કરતી ઓફિસમાં 12 અધિકારીઓ દ્વારા સર્ચ કરાયું હતું. જેમાં મોડી રાત સુધી તપાસની કાર્યવાહી ચાલી હતી. જેમાં રાજ્યની કેટલી એજન્સીઓ દ્વારા ડુપલીકેટ ડોક્યુમેન્ટના આધારે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સ વિઝા ઉપર વિદેશ ભણવા મોકલવામાં આવે છે તેવી માહિતી સામે આવી છે.
વિવિધ ડોક્યુમેન્ટસ જપ્ત કરવામાં આવ્યા
સ્મિત શાહની માલિકીની માઇગ્રેશન નામની વિઝા ઓફિસ ની તપાસ થઈ હતી. માઇગ્રેશન ઓવરસીઝમાં 12 કલાકની તપાસ બાદ ખૂબ મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ પર યુ.કે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ લોકોને મોકલતા હતા.
આ વચ્ચે સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા વિવિધ ડોક્યુમેન્ટ, હાર્ડ ડ્રાઈવ, ડીવીઆર સર્વર જપ્ત કરાયા તથા હિસાબ કિતાબ ની તપાસ હાથ ધરાઈ હતી. સમગ્ર તપાસમાં કોઈ વાંધાજનક ડોક્યુમેન્ટ મળ્યા નથી તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. જેમાં સ્ટુડન્ટ વિઝા કે વિઝીટર વિઝામાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તેની તપાસ થશે.


