- શનિવારે સાંજે દિલ્હીના IGI એરપોર્ટના ટર્મિનલ-3 પાસેથી ધરપકડ
- એર અરેબિયા એરલાઈન્સની ફ્લાઈટથી શારજહા થઈને કાબુલ જતાં
- X-BIS મશીન દ્વારા સામાનની તપાસ કરતી વખતે દવાઓ ઝડપાઈ
દિલ્હી, IGI એરપોર્ટ પર CISFએ 52 લાખ રૂપિયાની દવાઓ જપ્ત કરી છે. આ સાથે CISFએ 3 મુસાફરીની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ સ્ટાફે શનિવારે સાંજે IGI એરપોર્ટના ટર્મિનલ 3 માં ચેક-ઇન વિસ્તારમાં ત્રણ મુસાફરોની ધરપકડ કરી હતી.
એર અરેબિયા એરલાઈન્સની ફ્લાઈટથી શારજહા થઈને કાબુલ જતાં
CISFને 3 મુસાફરો પર શંકા બાદ એર અરેબિયા એરલાઇન્સની ફ્લાઇટ નં. G9-466 (STD-1820 Hrs) દ્વારા શારજાહ થઈને કાબુલ જનારા બસીદ, મુબશીર જમાલ અને કેફી (તમામ ભારતીયો) તરીકે ઓળખાતા મુસાફરોને સંપૂર્ણ તપાસ માટે રેન્ડમ ચેકિંગ પોઈન્ટ તરફ વાળવામાં આવ્યા હતા.
X-BIS મશીન દ્વારા સામાનની તપાસ કરતી વખતે દવાઓ ઝડપાઈ
X-BIS મશીન દ્વારા તેમના સામાનની તપાસ કરતી વખતે, CISF કર્મચારીઓએ શંકાસ્પદ તસવીરો જોયા. સીઆઈએસએફે જણાવ્યું હતું કે શારીરિક તપાસ પર, INR 52 લાખની અંદાજિત કિંમત સાથે વિવિધ પ્રકારની દવાઓનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો.
આ મામલે આગળની કાર્યવાહી માટે કસ્ટમ્સને સોંપવામાં આવ્યા
પૂછપરછમાં, મુસાફરો આટલી મોટી માત્રામાં દવાઓ લઈ જવા માટે આધારભૂત દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. આ બાબતની જાણ સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીઓ અને કસ્ટમ અધિકારીઓને કરવામાં આવી હતી. બાદમાં, ઉક્ત મુસાફરોને, શોધાયેલ દવાઓ સાથે, આ મામલે આગળની કાર્યવાહી માટે કસ્ટમ્સને સોંપવામાં આવ્યા હતા. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.


