રસોડાના મસાલા ભોજનનો સ્વાદ વધારે છે. હળદર, તજ સહિત એવા અનેક મસાલા છે જે સ્વાસ્થ્ય તંદુરસ્તીનો ખજાનો છે. દરેક રસોડામાં આ મસાલા હોય છે. આવો જ એક નાનો મસાલો છે જેના મોટા ગુણ છે. આ મસાલો છે લવિંગ. દેખાવમાં લવિંગ નાનું દેખાય છે પરંતુ , પાણીમાં ઉકાળીને દરરોજ પીવામાં આવે તો આરોગ્ય તંદુરરસ્ત રહેશે. દરરોજ આ પાણીનું સેવન કરવાથી શરીર ડિટોક્સ થશે અને એનર્જીનો બુસ્ટર ડોઝ મળશે.
લવિંગનું પાણી કુદરતી ટોનિક
લવિંગનું પાણી સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે કુદરતી ટોનિક બની શકે છે. આયુર્વેદિક નિષ્ણાતો માને છે કે લવિંગમાં હાજર એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ અને ખનિજો તમારા શરીરને રોગોથી બચાવી શકે છે અને યુવાન ત્વચા જાળવી શકે છે. સામાન્ય રીતે રસોડાના આ મસાલાનો વાનગીઓને સુગંધિત બનાવવા માટે મસાલા તરીકે ઉપયોગ થાય છે. પરંતુ લવિંગ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચાર માટે એક શ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધિ છે. તેમાં યુજેનોલ નામનું તત્વ રહેલુ છે. જે તેને દવા તરીકે વધુ અસરકારક બનાવે છે. લવિંગનો એલોપેથી, નેચરોપથી, આયુર્વેદ કે પછી ઘરેલું તમામ રીતે ઉપચાર થાય છે. પેટનો ગેસ, ઉલટી, લોહીની વિકૃતિઓ, શ્વાસ સંબંધી ફેફસાના રોગ અને ક્ષય રોગ જેવી બીમારીમાં લવિંગનું સેવન વધુ
લવિંગ પાણીના અઢળક ફાયદા
દરરોજ લવિંગનું પાણી પીવાથી કરચલીઓનો દેખાવ ધીમો પડી શકે છે. લવિંગમાં રહેલા એન્ટીઑકિસડન્ટો મુક્ત રેડિકલ સામે લડે છે અને વૃદ્ધત્વ પ્રક્રિયા ધીમી કરે છે. નિયમિત આ પાણીના સેવનથી ત્વચાની સુંદરતા વધશે. ત્વચા ઉપરાંત પાચન સમસ્યામાં પણ આ પાણીનું સેવન બેસ્ટ છે. ખાલી પેટે પીવાથી લીવરને શુદ્ધ કરવામાં મદદ કરે છે. લવિંગ પાણી માત્ર બેક્ટેરિયા અને ચેપ સામે રક્ષણ આપે છે. આ પાણી પીવાથી નબળા શરીરમાં શક્તિ આવે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેના ડિટોક્સિફાઇંગ ગુણધર્મો લીવરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. સ્થૂળતાની સમસ્યા ધરાવતા લોકો માટે લવિંગનું પાણી સરળ અને અસરકારક ઉપાય છે. દાંતના દુખાવા અને પેઢાના રોગ માટે લવિંગને લાંબા સમયથી ઘરેલું ઉપાય માનવામાં આવે છે. લવિંગનું પાણી શ્વાસની દુર્ગંધ ઘટાડવામાં અને બેક્ટેરિયાને વધતા અટકાવવામાં પણ મદદ કરી શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


