- બે દિવસ ઠંડીનો ચમકારો રહેશે યથાવત
- અનેક વિસ્તારમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચું
- અમદાવાદ 15.01 ડિગ્રી સાથે ઠંડુ શહેર રહ્યું છે
રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે. જેમાં ગતકાલ રાતથી ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે બે દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યના અનેક વિસ્તારમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે.
અમદાવાદ 15.01 ડિગ્રી સાથે ઠંડુ શહેર રહ્યું છે
અમદાવાદ 15.01 ડિગ્રી સાથે ઠંડુ શહેર રહ્યું છે. જેમાં ગાંધીનગર 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયા 13 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે. પાલનપુર 14.03 ડિગ્રી, 14 ડિગ્રી, ભાવનગર 19 ડિગ્રી, રાજકોટ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરા 15 ડિગ્રી અને સુરત 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
3 દિવસ ઠંડી જ્યારે 3 દિવસ બાદ ગરમીનો અહેસાસ
રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડી જ્યારે 3 દિવસ બાદ ગરમીનો અહેસાસ થશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરાઇ છે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરાઇ છે. ફેબ્રુઆરીમાં જતાં જતાં ઠંડીનો ચમાકારો વધી રહ્યો છે. જે પછી રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડી જ્યારે 3 દિવસ બાદ ગરમીનો અહેસાસ થશે.
આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરાઇ છે. જ્યારે મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાવાને કારણે હવામાનમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. જો કે 3 દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી કરાઇ છે. જેમાં પહેલા ઠંડી અને બાદમાં ગરમીનો અહેસાસ થશે.


