ગેરકાયદેસર કફ સિરપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. લખનૌ, વારાણસી, જૌનપુર, સહારનપુર, ઉત્તર પ્રદેશ, રાંચી, ઝારખંડ અને અમદાવાદ સહિત કૂલ 25 સ્થળો પર રેડ પાડવામાં આવી છે. સવારે 7.30 કલાકે દરોડા પાડવામાં આવ્યા હતા. હાલ તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે કફ સિરપ કેસમાં એક હજાર કરોડથી વધારે ગેરકાયદેસર કારોબાર મામલામાં ઇડીની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ગેરકાયદેસર વેપાર કરનારા સામે કાર્યવાહી
આ મોટી કાર્યવાહી ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા બે મહિનામાં 1,000 કરોડ રૂપિયાથી વધુના ગેરકાયદેસર કફ સિરપના વેપારને કારણે થઈ છે, જેમાં સોનભદ્ર, સહારનપુર અને ગાઝિયાબાદનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં 30 થી વધુ FIR દાખલ થઈ ચૂક્યા છે. જિલ્લા સ્તર ઉપરાંત, રાજ્ય સરકારે એક SIT પણ બનાવી છે. ગેરકાયદેસર વેપારમાં સામેલ લોકો પર ગેરકાયદેસર સંગ્રહ, પરિવહન, વેપાર અને સરહદ પારની દાણચોરીનો આરોપ છે.
https://x.com/ANI/status/1999328252809347281
મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ
વારાણસીના શુભમ જયસ્વાલને આ સમગ્ર ગેરકાયદેસર વેપારમાં મુખ્ય આરોપી માનવામાં આવે છે. તે હાલમાં ફરાર છે અને દુબઈમાં છુપાયેલો છે. પોલીસે હવે બે મુખ્ય સહયોગીઓની ધરપકડ કરી છે: અમિત સિંહ ટાટા, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) માંથી બરતરફ કરાયેલ કોન્સ્ટેબલ આલોક સિંહ અને શુભમના પિતા ભોલા સિંહ, તેમજ 32 અન્ય લોકોના પુરાવા મળ્યા છે કે કફ સિરપ નેપાળ અને બાંગ્લાદેશમાં સપ્લાય કરવામાં આવી રહી છે. પરિણામે ED સક્રિય થઈ ગઈ છે, તેને મની લોન્ડરિંગની શંકા છે. તાજેતરમાં, ED એ શુભમ જયસ્વાલના ઘરે પૂછપરછ માટે નોટિસ પણ લગાવી હતી.


