વેસ્ટઇન્ડીઝના સુકાની ક્રેગ બ્રેથવેટે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ઉતરીને કેરેબિયન ટીમ વતી સૌથી વધારે મેચ રમવાના ગેરી સોબર્સના રેકોર્ડને તોડી નાખ્યો છે. બ્રેથવેટની આ સતત 86મી ટેસ્ટ હતી. વિન્ડીઝના પૂર્વ સુકાની સોબર્સે 1955થી 1972 સુધી સતત 85 ટેસ્ટ મેચ રમી હતી. તેમણે 1974માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
પોતાની 86મી ટેસ્ટ રમી રહેલા બ્રેથવેટે 2011માં ટેસ્ટ પદાર્પણ કર્યુ હતું પરંતુ 2014 બાદથી તેમણે એકપણ ટેસ્ટ મિસ કરી નથી. સતત ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની એલિસ્ટર કૂકના નામે છે. તેણે સતત 159 ટેસ્ટ મેચ રમી હતી. આ મામલે ભારતના સુનીલ ગાવસ્કર પણ સામેલ છે. જેમણે સતત 106 ટેસ્ટ મેચ રમી હતી.પહેલી ટેસ્ટમાં કારમી હાર સહેનારી બાંગ્લાદેશની શરૂઆત બીજી ટેસ્ટમાં પણ સારી નહોતી રહી. વરસાદથી પ્રભાવિત પહેલા દિવસે ટોસ જીતીને બાંગ્લાદેશે બે વિકેટે 69 રન કર્યા હતા. ખરાબ પ્રકાશને કારણે મેચ બંધ કરાઇ ત્યારે શાદમાન ઇસ્લામ 50 અને શહાદત હુસેન 12 રને હતા. વિન્ડીઝ વતી બંને વિકેટ કેમાર રોચે લીધી હતી.


