- ગુજરાતમાંથી મરચા અને જીરાનું એક્સપોર્ટ અટક્યું
- વેપારીઓના 2 હજાર કરોડ રૂપિયા ફસાયા
- વેપારીઓને ભવિષ્યમાં વેપારમાં વધારો થશે તેવી આશા
બાંગ્લાદેશમાં ચાલી રહેલી કટોકટીની અસર ભારતના મસાલા માર્કેટમાં જોવા મળી રહી છે. મરી મસાલાની આયાત નિકાસ પર મોટી અસર જોવા મળી છે. તમને જણાવી દઈએ કે ભારત સાથે બાંગ્લાદેશ વચ્ચે 16 બિલિયનનો વેપાર થાય છે. ભારત બાંગ્લાદેશમાં ઈમ્પોર્ટ કરતા એક્સપર્ટ વધારે કરે છે.
ગુજરાતમાંથી મરચા અને જીરાનું એક્સપોર્ટ અટક્યું
જેમાં હાલની સ્થિતિમાં ઓલ ઈન્ડિયા સ્પાઈસિસ પર વધુ અસર પડી છે, તેમાં પણ ખાસ ઈન્ડીયાની મોટાભાગની કંપનીઓ મરચાનો બાંગ્લાદેશમાં વેપાર કરે છે. તેને મોટી અસર થઈ રહી છે. હાલની પરિસ્થિતિમાં વેપાર બંધ થયો છે. હાલ બાંગ્લાદેશની બોર્ડર પર અનેક કન્ટેનરો અટકી પડ્યા છે, જેને કસ્ટમ વિભાગ ક્લિયરન્સ નથી આપી રહ્યું તો હાલની હિંસકની પરિસ્થિતિમાં ગુજરાતમાંથી મરચા અને જીરાનું એક્સપોર્ટ અટક્યું છે, હાલ વેપાર સંપૂર્ણ બંધ છે, જેના કારણે રોજનું 500થી 1000કરોડનું નુકશાન થઈ રહ્યું છે.
દરિયાઈ માર્ગે થતા વેપારમાં અઢળક જહાજ માલ સાથે અટવાયા
બાંગલાદેશમાં સર્જાયેલી અસ્થિરતાની અસર ભારતમાં જોવા મળી રહી છે, ત્યારે મરી મસાલા બાદ ટેક્સટાઈલ વેપારને પણ ભારે અસર પહોંચી છે. ટેક્સટાઈલ વેપાર ઉપર ટૂંકા અને લાંબા ગાળાની બંને અસર સર્જાઈ છે, જેમાં ટુંકા ગાળે વેપારીઓને ભારે નુકસાન ભોગવવાનું છે. કારણ કે, હાલ દરિયાઈ માર્ગે થતા વેપારમાં અઢળક જહાજ માલ સાથે અટવાયા છે, સાથે જ માલનું પેમેન્ટ પણ અટવાયું છે.
અમદાવાદ અને સુરતના કાપડના વેપારીઓના જ 2 હજાર કરોડ રૂપિયા ફસાયા
હાલ કોટન યાર્નના 1500 અને ડેનિમના 500 કન્ટેનર બોર્ડર પર અટકી ગયાં છે તો અમદાવાદ અને સુરતના કાપડના વેપારીઓના જ 2 હજાર કરોડ રૂપિયા પણ અટવાયા છે. જ્યારે લાંબા ગાળે વેપારીઓ હાલની સ્થિતિને આશાવાદ માની રહ્યા છે, કારણ કે ભવિષ્યમાં ટેક્સટાઈલ સેક્ટરમાં ભારત માટે તકો ઉભી થવાની શક્યતા છે અને વિશ્વના બજારોમાં ભારતીય કપડાંની માંગ વધે તેવી શક્યતા હોવાથી વેપારીઓને અન્ય દેશમાં ઈમ્પોર્ટ કરવા માટેના રસ્તા ખુલશે જેથી વેપારમાં વધારો થશે તેવી આશા છે.