- PM નરેન્દ્ર મોદીએ કેવડિયામાં એકતા પરેડનું નીરિક્ષણ કર્યું
- કેમલ માર્ચ અને હોર્સ માર્ચ સાથે અર્ધ લશ્કરી સેના જવાનો જોડાયા
- ભારતના 17 રાજ્યોના 250થી વધુ NCC કેડેટ્સ હાજર રહ્યા
આજે દેશની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ યોજાનારી પરેડમાં અર્ધ લશ્કરી દળો સાથે પાંચ રાજ્યોના પોલીસ વિભાગ જોડાયા હતા. આ દરમિયાન CRPF ની મહિલા ટુકડીઓએ ખાસ કરતબ દેખાડી વડાપ્રધાન મોદીએ અભિવાદન ઝીલ્યુ હતું.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં યોજાનારી એકતા પરેડમાં ભારતના 17 રાજ્યોના 250થી વધુ NCC કેડેટ્સ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા.એકતા પરેડમાં અર્ધ લશ્કરી દળના જવાનોની ટુકડી સાથે 5 રાજયોની પોલીસ પણ જોડાઇ હતી. પરેડમાં ખાસ આસામથી આવેલા કેડેટ્સ આસામનું પરંપરાગત બિહુ લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યા. અંદાજે 106 મીટર લાંબા લખપતના કિલ્લાની પ્રતિકૃતિ સાથે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી.
રાષ્ટ્રીય એકતા પરેડને સલામી દરમિયાન ગુજરાત રાજ્ય પોલીસ ફ્લેગ માર્ચ કરી હતી. કેમલ માર્ચ અને હોર્સ માર્ચ સાથે IBPT, CRPF, BSF, NSG, NDRF, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો વિવિધ કરતબો કર્યા હતા. આ પરેડ દરમિયાન યુવાનોએ ચંદ્રયાન-3 મિશનના સફળ પરીક્ષણ પર ખુશી વ્યક્ત કરતું પરફોર્મ આપ્યું હતું. યુવાનોએ દેશની આ ઐતિહાસિક સિદ્ધિની નાનકડી ઝલક રજૂ કરી હતી.
તમામ મહિલા ટુકડીએ મોટરસાઇકલ પર સાહસિક સ્ટંટ કર્યા હતા અને પીએમ મોદી અને પ્રેક્ષકો દ્વારા અભિવાદન મેળવ્યું હતું. તેમજ તિરંગાની પ્રતિકૃતિ રજૂ કરીને સમાપન કરાયું હતું. વડાપ્રધાન નરેદ્ર મોદી સવારે કેવડિયા કોલોની ખાતે હેલિપેડથી આવ્યા હતા. જેને સ્થાનિક પ્રસાશન અને સચિવો આવકાર્યા હતા. જ્યાંથી સીધા તેઓએ સ્ટેચ્યુ ઓફો યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ સ્પર્શ કરી પૂજા કરી હતી. આ પછી તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમજ વિવિધ વિકાસ કાર્યોની ભેટ પણ આપી હતી