તમારા કુરીયરમાં ડ્રગ્સ છે, એનસીબી અને સીબીઆઇ તપાસ કરે છે : અનેક લોકોને ફોન કરીને લાખો રૂપિયાનો તોડ કર્યાનો પર્દાફાશ : રાજકોટ, ધોરાજી, પોરબંદરના શખ્સોની પુછપરછ
ડીજીટલ પેમેન્ટના યુગમાં સાયબર ક્રાઇમ ફ્રોડ ગેંગ હવે પૂરા દેશમાં વધુ સક્રિય બની હોય તેમ રોજની હજારો ફરિયાદો થતી રહે છે. છેતરપીંડીના સેંકડો કેસ પોલીસ મથક સુધી પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાતમાં લોકો પાસેથી નાણા પડાવવા સાયબર ગેંગની નવી મોડેસ ઓપરેન્ડી બહાર આવી છે. ચોકકસ લોકોને નિશાન બનાવી તેમના કુરીયરમાં ડ્રગ્સ હોવાનું કહી, મની લોન્ડરીંગના કેસ કરવાની ધમકી આપતી ચાઇનીઝ ગેંગના 20થી વધુ શખ્સોને અમદાવાદથી પકડી પાડવામાં આવતા આ તોડનું મોટુ કારસ્તાન બહાર આવ્યું છે.
અમદાવાદમાં રહેતા અને જાણીતી સંસ્થા ‘માઇકા’ના પૂર્વ પ્રમુખ શૈલેન્દ્ર ભટ્ટને તમે તાઇવાનમાં જે કુરીયર મોકલ્યુ તેમાં ડ્રગ્સ હોવાનો કોલ આવ્યો હતો. સીબીઆઇ અને નાર્કોટીક એજન્સી તપાસ કરતી હોય, મની લોન્ડરીંગનો કેસ કરવામાં આવશે. સતત બે દિવસ સુધી તેમને ધમકાવી 1.15 કરોડ પડાવવામાં આવ્યા હતા. રાજય જીએસટી વિભાગના અધિકારીઓેએ બોગસ બીલીંગ કૌભાંડની તપાસ કરતા ભાડેથી ઓપરેટ કરતા હોય તેવા હજારો ખાતા પાલીતાણા પંથકમાંથી શોધી કાઢયા હતા.
પકડાયેલા આરોપીઓના નામ. મિહિર રમણીકભાઇ ટોપિયા (ઉ.વ.23, હીરાપરાવાડી, નવયુગ સ્કુલ પાસે, ધોરાજી, રાજકોટ),અંકિત ભલાભાઇ દેસાઇ (ઉ.વ.29, ઘર નં.18, હરિકૃષ્ણ સોસાયટી, ઇસનપુર, સરદાર ચોક, અમદાવાદ), પ્રફુલ લવજીભાઇ વાલાણી (ઉ.વ.43, અંજનીસુત હનુમાન મંદિર પાસે ધોરાજી, રાજકોટ), રોનક હરેશભાઇ સોજીત્રા (ઉ.વ.23 અભ્યાસ, દેવભૂમિ એપાર્ટમેન્ટ, તાપસ સોસાયટી, રાજકોટ), કિરણ અમથાભાઇ દેસાઇ (ઉ.વ.29, રહે. હરિકૃષ્ણ સોસાયટી, સરદાર ચોક, ઇસનપુર), કિશા પોલાભાઇ ભારાઇ (ઉ.વ.45, નેસ વિસ્તાર, સાસણ નેસ, પોરબંદર), મેરૂભાઇ બાવનભાઇ કરમટા (ઉ.વ.24, રહે. ધુવારા પાટીયાની બાજુમાં, મોબતપુરા, કુતિયાણા, પોરબંદર), યોગીરાજસિંહ દિવ્યરાજસિંહ જાડેજા (ઉ.વ.38 રત્નમપ્રાઇડ સોસાયટી, ગ્રીન ફિલ્ડ સોસાયટી, ઘંટેશ્વર, રાજકોટ), રવિ બાબુભાઇ સવસેટા (ઉ.વ.28, રહે.કૃષ્ણાજી સોસાયટી, નાલંદા વિદ્યાલય પાછળ, રાજકોટ), રોહન પ્રહલાદભાઇ લેઉવા (ઉ.વ.28, રહે. અતિથિ એવન્યુ, નારોલ, અમદાવાદ), રોહિત જીતુભાઇ વાઘેલા (ઉ.વ.24, સુનાપુરી રોડ, રામપુરા, ધોરાજી, રાજકોટ), સાગર રમેશભાઇ ડાભી (ઉ.વ.31, વૃંદાવન સોસાયટી, અવધ રોડ, રાજકોટ), મોઇન અલ્તાફભાઇ ઇંગોરીયા (ઉ.વ.28, પહેલો માળ, કિનારા એપાર્ટમેન્ટ, બહારપુરા,રબાનીનગર,ધોરાજી,રાજકોટ),નેવીવાલા મુસ્તુફા યુનુસ (ગુજરાત),વીરેન બાબુભાઇ આસોદરીયા (રહે.બ્લુ બેલ, મહારાજા ફાર્મ પાસે, સુરત), પ્રદીપ વશરામભાઇ મણિયા (ઉ.વ.34, રહે. જલદર્શન સોસાયટી, સવજી કોરાટ બ્રિજ પાસે, નાના વરાછા, સુરત) નો સમાવેશ થાય છે.