- રશિયન પેડલરના મામલે મોટી અપડેટ
- પોલીસની ટીમ પેડલરને લઈને ગોવા પહોંચી
- વધુ તપાસ માટે ગોવાની વિઝિટ હોવાનો દાવો
સાયબર ક્રાઇમે ઝડપેલા રશિયન ડ્રગ્સ પેડલરના તાર ગોવામાં ક્યાં સુધી હતા આ મામલે તપાસ શરૂ થઈ ચૂકી છે. ગોવામાં આ ડ્રગ્સ પેડલર પોતાના પાર્સલ ક્યાં અને કોને મોકલતો અને અન્ય કેટલા ડ્રગ્સ પેડલરોની સંડોવણી આમાં છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કને લઈને ટૂંક જ સમયમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે. નોંધનીય છે કે થોડા સમય અગાઉ સાયબર ક્રાઇમે રશિયન ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. કોલેસ નિકોવ નામના રશિયન પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી મૂળે ગોવામાં રહીને કામકાજ કરતો હતો. હાલ આ રશિયન પેડલરને લઈને પોલીસની ટીમ ગોવા પહોંચી છે. જ્યાં આ મામલાની વધુ તપાસ કરવામાં આવશે. એવી સંભાવના છે કે આ તપાસના અંતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના નવા રહસ્યો સામે આવી શકે છે.
આ મામલાની જાણકારી અનુસાર રશિયન પેડલર ભારતમાં 3 વર્ષથી ગેરકાયદે રહેતો હતો અને આ ડ્રગ્સ પહોંચાડતો હતો. જાણકારી અનુસાર આરોપીના જુલાઈ 2020માં ટૂરિસ્ટ વિઝા પૂરા થઈ ગયા હતા. તેમ છતાં 3 વર્ષથી ગેરકાયદેસર રહીને ડ્રગ્સનો કારોબાર કરતો હતો. આરોપી ફોરેન પોસ્ટ ઓફિસમાં પાર્સલ મારફતે ડ્રગ્સ મંગાવીને ગોવા મોકલતો હતો. જેમાં તેને એક પાર્સલ ઉપર હેરાફેરી કરવાના 100 ડોલર રૂપિયા મળતા હતા. સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટની એક ગેંગ સક્રિય છે જે ગોવામાં રહી ને ડ્રગ્સનું નેટવર્ક ચલાવે છે. જેમાં અન્ય વિદેશી નાગરિક પણ સામેલ છે. આરોપી વિદેશથી દેશમાં અલગ અલગ ઍરપોર્ટ ઉપર પાર્સલમાં ડ્રગ્સ મગાવે છે. જેમાં અમદાવાદ,જયપુર,મુંબઈ,કલકત્તા,દિલ્હી અને હિમાચલમાં ડ્રગ્સ મંગાવીને ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગોવા મોકલતો હતો.
પોલીસે રશિયન પેડલર પાસેથી અનેક પાસપોર્ટ પણ કબ્જે કર્યા છે. પકડાયેલ આરોપી અનેક દેશોમાં ફરીને કરતો ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ વિદેશી આરોપી સુરતમાં 3 વખત આવ્યો હતો. પોલીસે હાલ તો હોટલના રજીસ્ટરની પણ તપાસ શરૂ કરી છે. પક્ડાયેલ રશિયન પેડલર આરોપી જયપુર, મુંબઇ, કલકત્તા અને કોચીનમાં રહી ચુક્યો છે. ભારતમાં વર્ષ 2020માં આવ્યો છે, 7માં મહિનામાં વિઝા પૂર્ણ થયા બાદ પણ પોતાના દેશ પરત નહતો ફારૃઓ અને વિઝા વગર ભારતમાં રોકાયેલો હતો.
થોડા સમય પહેલા જ સાયબર ક્રાઇમ પોલીસે ગુજરાતમાં ફોરેઈન પોસ્ટ ઓફિસમાંથી અગાઉ 50 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. પકડાયેલ ડ્રગ્સ સુરતમાં જે પાર્સલ ડિલિવરી થવાનું હતું, જેની તપાસમાં વિદેશી આરોપીની માહિતી મળી હતી.
આ કેસમાં અત્યારસુધીમાં પોલીસને 7 જેટલી વ્યક્તિઓની ઓળખ મળી આવી છે અને 5 ઇ વિઝા લેટર્સ પણ મળી આવ્યા છે. તપાસ દરમિયાન 1 ડુપ્લીકેટ આધારકાર્ડ, 2 ફોરેઈનના ડ્રાઇવિંગ લાયસન્સ પણ પોલીસે કબ્જે કર્યા છે. આરોપી પાસેથી 6 નકલી વિઝા લેટર, 2 પાસપોર્ટ, નકલી આધાર કાર્ડ સહિત અન્ય વસ્તુઓ મળી આવી છે. જેને લઈ સાયબર ક્રાઇમમાં બનાવટી દસ્તાવેજ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપી પાસે બે પાસપોર્ટ મળ્યો છે. જે પાસપોર્ટ અસલી છે કે નકલી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.