ભારત સરકાર સાગરબંધુ ઓપરેશન દ્વારા શ્રીલંકાને સહાય કરી રહ્યું છે. ચક્રવાત દિતાવાને કારણે શ્રીલંકામાં ફસાયેલા લોકોને બચાવવા માટે ભારતીય વાયુસેનાના ઓપરેશન સાગર દ્વારા રાહતસામગ્રી મોકલવામાં આવી રહી છે. શ્રીલંકામાં ચક્રવાતના સંકટ વચ્ચે સતત તબીબી સુવિધાઓ અને ખોરાક સહિતની અન્ય સહાય ભારત મોકલી રહ્યું છે.


