- સોશિયલ મીડિયામાં ફરી એકવાર ડમી એકાઉન્ટ બન્યુ
- 3 મહિનામાં બીજી વખત ડમી એકાઉન્ટ બન્યું
- શૈલેષ મહેતાએ પોસ્ટ કરી ડમી એકાઉન્ટ અંગે માહિતી આપી
ડભોઇના MLA શૈલેષ મહેતાનું ડમી એકાઉન્ટ બન્યુ છે. જેમાં સોશિયલ મીડિયામાં ફરી એકવાર ડમી એકાઉન્ટ બનતા ચકચાર મચી છે. 3 મહિનામાં બીજી વખત ડમી એકાઉન્ટ બન્યુ છે. શૈલેષ મહેતાએ પોસ્ટ કરી ડમી એકાઉન્ટ અંગે માહિતી આપી છે. તેમજ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે.
અગાઉ ડિસેમ્બર 2023માં ડમી એકાઉન્ટ સામે આવ્યું હતું
અગાઉ ડિસેમ્બર 2023માં ડમી એકાઉન્ટ સામે આવ્યું હતું. તથા ડમી એકાઉન્ટ મુદ્દે વડોદરા SPને પત્ર લખી રજૂઆત કરી છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું ફરી એકવાર ડમી એકાઉન્ટ બન્યુ છે. અગાઉ પણ ડિસેમ્બર માસમાં ડમી એકાઉન્ટને લઈ ધારાસભ્યએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો. 19-12-2023 એ એકાઉન્ટ ડમી બનતા પત્ર લખી કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્રણ માસમાં બીજી વખત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું ડમી એકાઉન્ટ બન્યુ છે.
ફેસબુક પર પોસ્ટ મૂકી ડમી એકાઉન્ટની માહિતી આપી
ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ફેસબુક પર પોસ્ટ મૂકી ડમી એકાઉન્ટની માહિતી આપી છે. સાવચેત રહેવા વિધાનસભાના અને તેમના ફેસબુક મિત્રોને માહિતગાર કર્યા છે. અગાઉ પણ ડિસેમ્બર 2023માં ડમી એકાઉન્ટ સામે આવ્યું હતું. ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા એસ.પીને પત્ર લખી રજૂઆત કરાઈ હતી. તથા ડમી એકાઉન્ટ બનાવતા ઈસમ સામે કાર્યવાહી માટે માંગ કરી હતી.


