દાહોદ તાલુકાના કઠલાથી દાહોદ તરફ પુરપાટ દોડી આવતી મોટરસાયકલ ભીટોડી ગામે આગળ ચાલતા અજાણ્યા વાહનની પાછળ ભરાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર ત્રણેય જણાને ગંભીર ઈજાઓ થતા ત્રણ પૈકી એકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું તેમજ એકનું સારવાર માટે દાહોદ લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું.
દાહોદ તાલુકાના કઠલા ગામના વહોનીયા ફળિયામાં રહેતા હિતેશભાઈ નવલાભાઈ બારીયા મોટરસાયકલ પર હરીશભાઈ પ્રતાપભાઈ વહોનિયા તથા અલ્પેશભાઈ નરેશભાઈ ડામોરને બેસાડી કઠલાથી દાહોદ તરફ પોતાની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફ્લત ભરી રીતે હંકારીને લઈ જતા ભીંટોડી ગામે ઈન્દોર તરફ્થી આવતા રોડ પર આગળ જઈ રહેલા અજાણ્યા વાહનની પાછળ ભરાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલક હિતેશભાઈ નવલાભાઈ બારીયાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.તેમજ મોટર સાયકલ પર પાછળ બેઠેલ હરીશભાઈ પ્રતાપભાઈ વહોનિયા તથા અલ્પેશ નરેશભાઈ ડામોરને શરીરે ગંભીર ઈજાઓ થતાં તે બંનેને સારવાર માટે દાહોદ લાવતા રસ્તામાં હરીશભાઈ પ્રતાપભાઈ વહોનીયાનું મોત નીપજ્યું હતું. આમ આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં કુલ બે જણાના મોત નીપજયા હતા. આ બનાવ સબંધ નવલાભાઈ થાવરીયાભાઈ બારીયાએ કતવારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
https://sandesh.com/maru-saher-maru-gaam


