- પાચનને દુરસ્ત રાખવામાં કરશે મદદ
- મૂત્રાશય સંબંધી તકલીફોને કરશે દૂર
- વજન ઘટાડવામાં મદદ કરશે લીલી ચાનું સેવન
આજકાલ અનેક ફ્લેવરની ચા બજારમાં મળી રહે છે. આ સિવાય અનેક પ્રકારની હર્બલ ચા પણ બજારમાં મળી રહે છે. અનેક લોકો છે જે કૈમોમાઈલ ચા પીવાનું પસંદ કરે છે.જો તમે વિવિધ જડીબુટ્ટીની ચા પસંદ કરો છો તો તમે લીલી ચાનું સેવન શરૂ કરી શકો છો. શિયાળાની સીઝનમાં આ ચાનું સેવન શરીરને અનેકગણા ફાયદા આપે છે. તો જાણો કયા રોગમાં ફાયદો કરશે અને કેવી રીતે બનશે.
શું છે લીલી ચા
આ એક છોડ હોય છે તેની પર લીલા રંગના લાંબા પાતળા પાન આવે છે. તે અનેક સમસ્યાઓમાં લાભદાયી માનવામાં આવે છે. તે પાનને પાણીમાં ઉકાળીને તેની ચા બનાવવામાં આવે છે. તેનો જ્યુસ પણ બનાવીને પી શકાય છે. તો જાણો આ ચાના સેવનથી તમારી હેલ્થને શુ ફાયદા થશે.
પાચનને સારું કરી દેશે લીલી ચા
લીલા ચાનું સેવન લાભદાયી રહે છે. તેનો ઉપયોગ અપચા અને સોજાની સમસ્યા માટે કરવામાં આવે છે. પેટની સમસ્યામાં રાહત આપવાની સાથે ગેસ્ટ્રિક અલ્સરને રોકે છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે, જે પાચન સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે.
ડિટોક્સ ડ્રિંક છે લીલી ચા
આ ચાના સેવનથી પેશાબ વધારવામાં મદદ મળે છે અને આ કારણ છે કે તેને પીવાથી તમને વારંવાર બાથરૂમ આવે છે. આ કારણ છે કે તમે શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ મેળવી શકો છો. આ સિસ્ટમ જરૂરી પોષક તત્વો પ્રદાન કરીને તેને સાફ કરે છે. તેનઆથી આ એક અદ્ભૂત ડિટોક્સ ડ્રિંક બને છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
લીલી ચા તમારી ચયાપચયની પ્રક્રિયાને સારી બનાવવામાં મદદ કરી શકે છે અને આ રીતે તમે વેટકંટ્રોલ કરી શકો છો. આ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. લેમનગ્રાસ એટલે કે લીલી ચામાં પોટેશિયમ હોય છે જે બ્લડ ફ્લોને સારું કરે છે.
ઈમ્યુન સિસ્ટમને બનાવે છે મજબૂત
લેમનગ્રાસ તમારા શરીરને સંક્રમણ અને બીમારીથી બચાવવામાં મદદ કરી શકે છે. આ કારણ છે કે તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે.
સ્કીન માટે લાભદાયી
લેમનગ્રાસમાં વિટામિન એ અને સી હોય છે જે સ્વસ્થ અને ચમકદાર સ્કીનમાં મદદ કરે છે. આ સિવાય લેમનગ્રાસ એટલે કે લીલી ચા પીરિયડ્સના દિવસમાં પેટમાં થતા દર્દ અને સોજાથી રાહત મેળવવામાં મદદ કરે છે.


