- નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોએ નિર્ણય કર્યો
- આયોજકો વિધર્મીઓને ગરબામાં એન્ટ્રી નહિ આપે
- ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા અનોખો નિર્ણય
વડોદરામાં મોટા ગરબામાં પણ નો તિલક નો એન્ટ્રીનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોએ આ નિર્ણય કર્યો છે. જેમાં તિલક નહીં તો એન્ટ્રી નહીં તેમ ગરબા મેદાન બહાર બેનર લાગ્યા છે.
આ નવરાત્રિમાં વિધર્મીઓને ગરબામાં એન્ટ્રી નહિ થવા દેવા કમર કસી
આ નવરાત્રિમાં વિધર્મીઓને ગરબામાં એન્ટ્રી નહિ થવા દેવા કમર કસી છે. અનેક આયોજકોએ નક્કી કર્યું કે, નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો સહિત તમામ લોકોને તિલક કરીને જ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ અપાશે. તો અમદાવાદ, વડોદરા, કચ્છ અને પંચમહાલ જિલ્લાના ધારાસભ્યોએ લવ જેહાદીઓને રોકવા આહવાન કરાયું છે. ત્યારે નવરાત્રીને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. વિહીપ દ્વારા દરેક આયોજન સ્થળે બાઉન્સર તરીકે વિધર્મીને ન રાખવા અપીલ કરાઈ છે. તેમજ બેન્ડબાજા, લાઈટવાળા, મંડપ બનાવનાર હિન્દુ જ હોવો જોઈએ. સાથે જ આયોજકોને પણ અપીલ કરાય વિધર્મીને યુવાનો અંદર ન ઘૂસે તેનું ધ્યાન રાખે અને દરેક ખેલૈયાઓ જ્યારે અંદર પ્રવેશે ત્યારે ગૌ મૂત્રનો છંટકાવ અને તિલક કરે તેવી અપીલ કરાઈ છે.
ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા અનોખો નિર્ણય
વડોદરાનાં ડભોઈમાં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા અનોખો નિર્ણય કર્યો છે. જેમાં દરેક ખેલૈયાઓએ કપાળ પર તિલક કરવાનો નિર્ણય ક્લબ દ્વારા લેવામાં આવ્યો છે. ખેલૈયાઓ તિલક નહી કરે તો એન્ટ્રી પણ નહી આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે લવ જેહાદ અને હિન્દુ યુવતીઓની થતી છેડતીને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે ધારાસભ્ય શૈલેષ મહેતા ગરબાનું આયોજન કરે છે. ત્યારે આ વર્ષે પણ તેમનાં દ્વારા નિર્ણય લેવાયો છે કે બિન હિન્દુને ગરબામાં નહી મળી શકે એન્ટ્રી.
ગરબાના આયોજનને લઈને લોકોમાં હલચલ મચી ગઈ
ગરબાના આયોજનને લઈને લોકોમાં હલચલ મચી ગઈ છે. આ વર્ષે અમદાવાદમાં 50 જેટલા પાર્ટી પ્લોટમાં ફાર્મ હાઉસ અને ક્લબ ઉપરાંત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે 42 જગ્યાએ તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે વધારો થયો છે. આ અંગે આયોજન માટે પોલીસની પરવાનગી, ફાયર સેફટી, સરકારી સત્તા, ઈલેક્ટ્રીશિયન અને કલાકારના સંમતિ પત્ર તેમજ સીસીટીવી, પાર્કિંગ અને સિક્યુરિટી ગાર્ડ તથા ખેલાડીઓ માટે વીમા પોલિસીની માહિતી ફરજિયાત કરવામાં આવી છે. પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં આયોજકોએ રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ જમા કરાવવાના રહેશે.