ડીસા તાલુકાના ખેટવા નજીક આવેલ નેશનલ હાઇવે પરના ઓવરબ્રિજ પાસે જોરદાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, દાંતાથી ટેમ્પોમાં લાકડા ભરી ભીલડી ખાતે વહેરાવા આવી રહેલા પ્રવીણભાઈ માલજીભાઈ ગમાર ,માલજીભાઈ માધાભાઈ તથા મરણ જનાર બકાભાઇ સાજુભાઈ ગમાર આ ત્રણે જણો વહેલી સવારે રાત્રીના અંધારામાં હાઇવે પર ટેમ્પો ઉભો રાખી બાથરૂમ જવા નીચે ઉતાર્યા હતા. તે દરમિયાન પાછળથી પૂર ઝડપે પાવડરના કટ્ટા ભરી આવી રહેલી ટ્રકચાલકે આગળ રસ્તા કિનારે ઊભેલા ટેમ્પોને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. તેની સામે ઊભેલા ત્રણે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી જેમાંથી બકાભાઇ સાજુભાઈ ગમાર ઉ વર્ષ 22 ધંધો મજુરી રહે. બોરવાડીયા, તાલુકો. દાંતા, જીલ્લો બનાસકાંઠાવાળાનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108ની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જાનાર ટ્રકમાં રહેલ દેવીકરણ ગુજ્જર ઉ વ 23 રહે. રાજસ્થાન વાળાનું પણ ઘટના સ્થળે મોત થતા બંનેના મૃતદેહ ભીલડી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલાયા હતા. અકસ્માત અંગે ભીલડી પોલીસ મથકમાં પ્રવીણભાઈ માલજીભાઈ ગમારે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


