દેશની રાજધાની હવે ગેસ ચેમ્બર બની ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે. દિલ્હીમાં પ્રદુષણમાં વધારો થતા રાજધાનીની હવે સૌથી ખરાબ શ્રેણીમાં પહોંચી છે. દિલ્હી શહેરમાં હાલ ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે શહેરમાં વિઝિબિલિટી પણ નહીંવત છે. આવામાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યા સર્જાઈ રહી છે. રવિવારની સવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ 462 નોંધાયો છે.


