- હાર્ટએટેક આવતા ડ્રાઈવરે બસ પરથી ગુમાવ્યો કાબુ
- પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ખાડામાં ઉતરી
- દુર્ઘટનામાં તમામ મુસાફરોનો આબાદ બચાવ
છેલ્લા થોડાં સમયથી નાની ઉંમરથી લઈ મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠામાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો. પરંતુ બસ ચાલક ડ્રાઈવરે બસને સાઈડ પર લઈ લીધી અને પોતાની સૂઝબૂઝ રાખીને મુસાફરોનો જીવ બચાવ્યો હતો. જેની સાથે જ ડ્રાઈવરને પણ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. જે પછી આ તરફ બસ ચાલકે પણ હાર્ટ એટેક વચ્ચે પણ પોતાની ફરજના ભાગરૂપે તાત્કાલિક બસને સાઈડ કરી હતી.
જેની સાથે જ બસ ચાલકને હાર્ટ એટેક આવ્યો ત્યારે બસ સાઈડમાં કરવા જતા પાટણ લુણાવાડા બસ પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ખાડામાં ઉતરી ગઈ હતી. જોકે સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. તેમજ કોઈપણ મુસાફરોને ઈજા પહોંચી નથી.
પોતાની સૂઝબૂઝથી હિંમતનગર વિજાપુર હાઇવે પર એસટી ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યા બાદ ચાલકે બસ પર કાબુ કરી સાઈડમાં ઉતારી હતી. ડ્રાઈવરે સુરક્ષિત જગ્યાએ બસ ખસેડી લીધી હતી. એટલું જ નહીં પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો. આ પછી ડ્રાઇવરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. જોકે હાલ બસ ડ્રાઇવરની તબીયત સ્થિર છે.