- ફતેપુરા ખાતે ચૂંટણીસભા સંબોધતા ભૂપેન્દ્ર પટેલ
- ભાજપા પર મુકેલા ભરોસાનું વળતર લોકોને વિકાસથી મળ્યું
- ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેર સભાને સંબોધી હતી
- પ્રજાએ ભાજપ ઉપર ભરોસો મૂક્યો છે. ભરોસાનું વળતર વિકાસ થકી મળ્યું છે. વિકાસ આધારિત રાજનીતિ વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીના આવ્યા પછી શરૂ થઈ છે. તેમ ફતેપુરા ખાતે જાહેરસભાને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું.
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના પ્રચાર અર્થે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેર સભાને સંબોધી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત જનમેદનીને આવકાર આપી જણાવ્યું હતું કે, જનજન સુધી ભાજપ સરકારે લાભો પહોંચાડતા ભરોસો વધી રહ્યો છે. અગાઉના ઇલેક્શન જ્ઞાતિવાદ, જાતિવાદના આધારે લડાયા છે. જ્યારે વિકાસના આધારે નરેન્દ્ર મોદી આવ્યા પછી શરૂ થયો છે. ભાજપ સરકારના શાસનમાં વિકાસ છેવાડાના લોકો સુધી પહોંચ્યો છે. આજે દેશનું અર્થતંત્ર નરેન્દ્ર મોદીના આવ્યા પછી 10 જ વર્ષમાં 11માં થી 5 માં સ્થાને અને આવનાર સમયમાં ત્રીજી વખત નરેન્દ્ર મોદીની સરકાર રચાય તો ભારત દેશની તાકાત 3 સ્થાન ઉપર પહોંચી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.
વધુ જણાવ્યું હતું કે, આ વખતનો દેશનો માહોલ ક્લિયર છે અને ત્રીજી વખત નરેન્દ્ર મોદી ને 412 સીટ સાથે વડાપ્રધાન બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓ સહિત જનમેદનીને આહવાન કરવામાં આવ્યું હતું.
સાંસદ સભ્ય અને લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડફડોર, રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ ડામોર વિગેરે ભાજપા અગ્રણીઓ હાજર રહ્યા હતા.


