- જલારામ બાપાના જન્મદિવસની ઉજવણી
- પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં યોજાયો કાર્યક્રમ
- શોભાયાત્રા કરવામાં આવી, અન્નકૂટનો ભોગ પણ ધરવામાં આવ્યો
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે જલારામ બાપાના 224મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 10.00 કલાકે અન્નકૂટના ભવ્ય દર્શન જલારામ મંદિર ખાતે યોજવામાં આવ્યા હતા. મહત્વનું છે કે લોહાણા મહાજન વાડી ખાતે મહાપ્રસાદ બપોરે યોજવામાં આવ્યો જેમાં આજુબાજુના ગામના લોકો અને ગ્રામજનો એ પ્રસાદ લઇ પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
મહત્વનું છે કે જલારામ બાપાની જયંતીના ઉજવણીના અવસરે બપોરે 4 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં સ્થાનિકોની સાથે આસપાસના વિસ્તારોમાં આવેલા સેંકડો શ્રદ્ધાળુઓ ભાવભક્તિ પૂર્વક સામેલ થયા હતા. મહત્વનું છે કે આ શોભાયાત્રામાં મેનબજાર થી માધવરાયજી મંદિર સુધી યોજાઈ હતી. જેમાં ભક્તો જય જલારામના નાદ સાથે સમાવિષ્ટ થયા હતા અને તેમણે દાંડિયારાસ પણ યોજ્યા હતા. નોંધનીય છે કે આવી જ ભક્તિભાવપૂર્વની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કરવામાં આવી હતીય
હિંમતનગર શહેરમાં જલારામ જયંતી મહોત્સવ ને લઈને ભક્તોએ ધામધૂમ પૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ વંદનીય પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની 224 મી જન્મ જયંતી નિમિત્તે જલારામ મંદિરથી શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિવિધ સ્થળે ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
જોકે શોભાયાત્રા મહાવીર નગરના પંચદેવ મંદિરથી પરત ફરીને જલારામ મંદિર સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આરતી કરીને જલારામ બાપાની જન્મ જયંતીને લઈને દર વર્ષે ધામધૂમપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી છે. દિવાળીના તહેવાર બાદ નવા વર્ષની જલારામ બાપાની જન્મ જયંતિમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની 101 વાનગીઓની અન્નકૂટ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તો દ્વારા અઢી કિલોની કેક કાપીને જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જોકે શહેર સહિત આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિ મહોત્સવમાં મહાપ્રસાદનો આયોજન કરવામાં આવ્યો હતો.
જલારામ બાપાની જયંતીને લઈને સમગ્ર હિંમતનગર શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં પણ લોકોમાં ભક્તિમય માહોલ બની જવા પામ્યો હતો. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને શોભાયાત્રામાં સહભાગી પણ બન્યા હતા. જલારામ બાપાને અન્નકૂટ ધરાવીને અને પછી કેક કાપીને તેમના જન્મદિવસની ભક્તો દ્વારા ધામધૂમપૂર્વકની ઉજવણી કરવામાં આવી હતી. આમ માધવપુર ઘેડ અને હિંમતનગરમાં જલારામબાપાની જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.


