ઢાકામાં લાગેલી આગના કારણે 1500 ઝુપડીઓ બળીને ખાખ થઇ હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો બેઘર થયા હતા.
કોરેલ સ્લમમાં ભીષણ આગ
હોંગકોંગમાં લાગેલી ભીષણ આગની ઘટના વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની હતી. તેમાં જ આવી ઘટના બાંગ્લાદેશના ઢાકામાં જોવા મળી છે. અહીં પણ આગે પોતાનું વિકરાળ સ્વરુપ દર્શાવ્યુ હતુ. ઢાકામાં કોરેલ સ્લમમાં ભીષણ આગ લાગી હતી. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, તેમાં લગભગલ 1500 ઝુપડીઓ આગની જવાળાઓમાં લપેટાઇ હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો બેઘર થયા છે. આ સમગ્ર ઘટનામાં હજુ સુધી કોઇ મોતના સમાચાર પ્રકાશમાં આવ્યા નથી.
ભારે જહેમત બાદ આગ પર કાબૂ
ઢાકામાં આગ મંગળવારે લાગી હતી. ફાયર ફાઇટરોએ સમગ્ર આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત કરી હતી. જે બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ ફાયર સર્વિસ એન્ડ સિવિલ ડિફેન્સની ડ્યુટૂ ઓફિસર રાશેદ બિન ખાલિદે આ ઘટના મામલે પુષ્ટી કરી છે. આગની ઘટનામાં મોટા ભાગના ઘર બળીને ખાખ થયા છે. ફાયર સર્વિસના ડાયરેક્ટર લેફ્ટિનેન્ટ કર્નલ મોહમ્મદ તાલુજા ઇસ્લામ ચૌધરીએ કહ્યુ હતુ કે, આગથી 1500 ઝુપડીઓ બળીને રાખ થઇ છે.
ઢાકાનું ‘ધારાવી’
કોરેલ સ્લમ ઢાકાની ઝુપડીઓ માટે મોટુ નામ છે. અહીં 60 હજાર પરિવાર રહે છે. આમાં કેટલાક એવા લોકો પણ છે જેઓ ક્લાઇમેટ રેફ્યુજી બનીને શહેરમાંથી ગામડાઓમાં આવ્યા છે. આ સ્લમ ઢાકાના મોંઘા ગુલશન અને બનાની વિસ્તારની પાસે છે. જ્યાં ઉંચી ઇમારતો છે. આગના કારણે સમગ્ર વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. આગની ઉંચી લપટો આકાશમાં દેખાઇ રહી હતી.
લોકો કેમ રહે છે અહીં ?
બાંગ્લાદેશની રાજધાની ઢાકાની વસ્તી 2024ના આંકડા મુજબ 1 કરોડથી વધુ હતી. આ હજારોથી વધુ ઝુપડીઓનું શહેર છે. ગામડાંઓમાં ગરીબી, બેરોજગારી અને જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલી મુશ્કેલીઓ લોકોને ઝુપડીઓના શહેરમાં મોકલી દે છે. અહીં રિક્શા ચલાવનાર, ઘરકામ કરનાર અને સફાઇ કામ કરનારા લોકો અહીં જોવા મળે છે.


