ડાન્સર અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા હાલમાં ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના છૂટાછેડા સંબંધિત ચર્ચાઓને કારણે સમાચારમાં છે. પરંતુ તેમના છૂટાછેડા અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. બંનેમાંથી કોઈએ પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ દરમિયાન ધનશ્રીએ એક પોસ્ટ કરી છે, જે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.
ધનશ્રીએ કરી પોસ્ટ
યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે, ધનશ્રી પોતાની ક્રિએટિવટી બતાવવામાં વ્યસ્ત છે અને સોશિયલ મીડિયા પર પોતાની કલા સાથે જોડાયેલી કેટલીક ક્ષણો શેર કરી રહી છે. તાજેતરમાં, તેણે તેના પહેલા પોટરી ક્લાસનો અનુભવ શેર કર્યો, જેમાં તેણે માટીને આકાર આપતી વખતે પોતાની આંતરિક શાંતિ શોધવા વિશે વાત કરી. આ પોસ્ટ સાથે તેણે લખ્યું કે ‘તમારા ભાગ્યને એક જ ટુકડામાં આકાર આપો.’ મારો પહેલો પોટરી ક્લાસ અને મને ખૂબ આનંદ છે કે તે ખૂબ જ સારી રીતે પૂર્ણ થયો. ચોક્કસ આ અજમાવી જુઓ.
ધનશ્રીને કરવામાં આવી રહી છે ટ્રોલ
ધનશ્રીની પોસ્ટને તેના ફોલોઅર્સ દ્વારા પ્રશંસા મળી હતી, તો કેટલાક ટ્રોલર્સે તેને તેના અંગત જીવન સાથે જોડીને ટ્રોલ પણ કરી હતી. ઘણા લોકો તેના અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ વચ્ચેના છૂટાછેડાની ચર્ચાઓ વિશે અટકળો લગાવી રહ્યા છે.
ધનશ્રીએ આ બાબતે મૌન જાળવી રાખ્યું છે અને હિંમતથી આ નેગેટિવિટીતાનો સામનો કરી રહી છે. તાજેતરની પોસ્ટમાં તેણે લખ્યું, ‘છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. સૌથી દુઃખદ વાત એ છે કે કોઈપણ તથ્ય તપાસ વિના મારા વિરુદ્ધ નેગેટિવ વાતો ફેલાવવામાં આવી રહી છે. મારું મૌન નબળાઈનું પ્રતીક નથી, પણ શક્તિનું પ્રતીક છે.
યુઝવેન્દ્ર ચહલની ક્રિપ્ટિક પોસ્ટ
ધનશ્રીએ આગળ કહ્યું કે તે પોતાનું સત્ય કહેવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને તેણે આગળ વધવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે આ બધું ત્યારે શરૂ થયું જ્યારે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી છૂટાછેડા લેવાના છે અને બંને અલગ રહી રહ્યા છે. પરંતુ બંનેએ આ સમાચાર પર સ્પષ્ટ કોમેન્ટ કરી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેમની પ્રવૃત્તિઓ આવી અટકળોને વેગ આપી રહી છે. તાજેતરમાં, યુઝવેન્દ્રએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ પોસ્ટ કરી હતી જેમાં તે કોઈને વીડિયો કોલ કરતો જોવા મળ્યો હતો, પરંતુ તે વ્યક્તિનો ચહેરો પિક્સલેટેડ હતો, જેનાથી ચર્ચાઓએ ફરી વેગ પકડ્યો.
આ અટકળો છતાં, ધનશ્રી અને યુઝવેન્દ્ર બંનેએ પોતપોતાના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ધનશ્રી પોતાની કલા અને ક્રિએટિવિટીમાં ખોવાયેલી છે, જ્યારે યુઝવેન્દ્ર પોતાની ક્રિકેટ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.


