ધોરાજી કોંગ્રેસે લોકતાંત્રિક રીતે વડાપ્રધાનના પૂતળાનું દહન કરવા કાર્યક્રમની મંજૂરી માગી
સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ સમક્ષ લેખિતમાં કાર્યક્રમની માગણી કરી
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા આશ્ચર્ય સર્જાય તે પ્રકારે લોકતાંત્રિક રીતે કાર્યક્રમની મંજૂરી માંગવાનો લેખિત પત્ર ધોરાજી પોલીસ સ્ટેશને અપાતા ચર્ચાઓ ઊઠવા પામી છે. ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરાએ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધીને લેખિત પત્ર આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા દહનના કાર્યક્રમને મંજૂરી આપવા માટે માગણી ઉચ્ચારી હતી.
પત્રમાં જણાવેલ કે દેશ અને દુનિયામાં ભારતના લોકોના માથા શર્મથી જુકી જાય તેવા કૃતિઓ થયા હોય તેવા સમાચાર ઉપસ્થિત થયા છે . જેફરી એફસ્ટીન ફાઈલમાં વડાપ્રધાન નું નામ ખુલવા પામ્યું છે. અમેરિકાના દબાવથી યુદ્ધ રોકી દેવા જેવા બનાવોને લઈ દેશના નાગરિકોનું માથું શરમથી ઝૂકી ગયું છે વિવિધ મુદ્દાસર વિરોધ પ્રતિકે ધોરાજી શહેર કોંગ્રેસ અને એમના કાર્યકર્તાઓ દ્વારા આગામી 24 તારીખે વડાપ્રધાન મોદીના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ કરવાનો હોય જે બાબતે મંજૂરી આપવા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
મંજૂરી માંગતા પત્રમાં બીજું જણાવવામાં આવેલ હતું કે તાજેતરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સાંસદ અને કેન્દ્રના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારે કોઈ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. તો પોલીસ તંત્ર એ આ કાર્યક્રમ શા માટે થવા દીધો તેમ જ પૂતળા દહનના કાર્યક્રમ થઈ ચૂક્યા બાદ પૂતળા દહનના કાર્યક્રમ માં હાજર લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવી? અને જો કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોય તો તે શા માટે નથી કરવામાં આવી તેનો પોલીસ દ્વારા ખુલાસો આપવામાં આવે.
દિનેશ વોરાએ મીડિયા સમક્ષ જણાવેલ કે ભારત દેશના નાગરિકો પોતાની વાત અને પોતાના વિચારોની સ્વતંત્ર અભિવ્યક્તિ કરવાની અધિકાર ધરાવે છે . સંવિધાન અને કાયદાનું પાલન કરવું એ પ્રત્યેક નાગરિકની ફરજ છે ત્યારે કાયદા મુજબ વડાપ્રધાનના પૂતળા નું દહન કરવાનો કાર્યક્રમ કાયદા મુજબ કાયદેસર મંજૂરી દ્વારા આપવામાં આવે તેવો કોંગ્રેસનો વહીવટી તંત્ર સમક્ષ નમ્ર પ્રયાસ પણ છે. વગર મંજૂરીએ કાર્યક્રમો યોજાતા હોય તો કોંગ્રેસ કાયદો અને સંવિધાન નું સન્માન જાળવે છે અને મંજૂરી મળ્યા બાદ લોકતાંત્રિક રીતે પોતાનો વિરોધ દર્શાવશે.


