આજકાલ લોકોમાં પહેલાની સરખામણીએ સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. આજે ભારતમાં 100માંથી 60થી 70 ટકા લોકો બીમારીનો સામનો કરી રહ્યા છે. જયારે આજના યુવાનો કેન્સર, હાર્ટએટેક અને ડાયાબિટીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. ડાયાબિટીસ રોગ પોતાની સાથે ઘણી બધી બીમારીઓ લાવે છે. આ રોગ પૂર્ણ રીતે મટતો નથી એટલે દુર્લભ બીમારીમાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓએ નિદાન થયા બાદ સુગર લેવલને લઈને ખાસ સાવધાની રાખવાની હોય છે.
ડાયાબિટીસ બીમારીમાં સુગર લેવલનું ધ્યાન રાખવું જરૂરી
ડાયાબિટીસ જેવી દુર્લભ બીમારીનું એકવાર નિદાન થયા બાદ આજીવન નિયંત્રણની જરૂર પડે છે. ટાઇપ 2 ડાયાબિટીસ આંખ, કિડની, હૃદય અને હૃદય સંબંધિત રોગોનું કારણ બની શકે છે. ડાયાબિટીસમાં ખાસ કરીને શરીરમાં સુગરનું લેવન ના વધે તેનું ધ્યાન રાખવું પડે છે. એટલે ચોક્કસ પ્રકારના ખોરાકને દિનચર્યામાં સામેલ કરવા પડે છે. આ ઉપરાંત નિયમિત ચાલવાની કસરત કરવાની ડોક્ટર દ્વારા સલાહ અપાય છે. સાવધાની રાખ્યા બાદ પણ ડાયાબિટીસના દર્દીઓમાં સવારે બ્લડ સુગરનું સ્તર વધતું હોવાને લઈને દર્દીઓ દ્વારા ફરિયાદ સામે આવી છે. ત્યારબાદ આ બાબતે સંશોધન કરાયું હતું.
સુગર લેવલ વધવાને લઈને આરોગ્ય નિષ્ણાતે આપ્યું કારણ
રિપોર્ટ મુજબ, ડાયાબિટીસમાં બ્લડ સુગરનું સ્તર નોંધપાત્ર રીતે વધી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે શરીર ઓછું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. ઇન્સ્યુલિન લોહીમાં ખાંડ શોષી લે છે અને તેને ઊર્જામાં રૂપાંતરિત કરે છે. આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું કે સવારે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર વધવાનું કારણ એક મુખ્ય હોર્મોન છે. આ હોર્મોનને કોર્ટિસોલ કહેવામાં આવે છે. આ કોર્ટિસોલ સવારે 6 થી 10 વાગ્યાની વચ્ચે સૌથી વધુ સક્રિય હોય છે. આનો સીધો સંબંધ બ્લડ સુગર લેવલ સાથે છે. આ હોર્મોન સવારે વધુ સક્રિય થાય છે. અને તેના કારણે સવારે ડાયાબિટીસના દર્દીઓમાં સુગરનું સ્તર વધારે જોવા મળે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


