ગુજરાતી મિડિયામાં ટેલન્ટેડ અને હાર્ડવર્કીંગ,પ્રમાણીક પત્રકારોને ત્રણ દાયકા બાદ પણ આર્થિક રીતે સંઘર્ષ કરવો પડે છે : દિલીપ ગોહિલ તેનું ઉદાહરણ છે
દિલીપ ગોહિલ વિષે લખવું ખુબ મૂશ્કેલ છે. ખાસ તો તેની અકાળે વિદાય સમયે.કોણ પોતાના સાથી પત્રકારની શ્રધ્ધાંજલી લખવા ઇચ્છે ? ખાસ તો તેનામાં જીવનની ઘણી બધી સંભાવનાઓ બચી હોય ત્યારે? દિલીપ ગોહિલનું અણધાર્યુ અવસાન ખુબ જ પિડાદાયક છે.
અમે ઇન્ડિયા ટુ ડેની ગુજરાતી આવૃતિ અને રિડિફ ડોટ કોમમાં સાથે કામ કર્યુ હતું.અમે ડેસ્ક ઉપર ખુબ નજીકથી કામ કરતાં હતાં પરંતુ અમે કદી નિકટ નહોતા.અમારા બન્ને વચ્ચે એકમેક પ્રત્યે અતિ આદરભાવ હતો.પરંતુ અમારી વચ્ચે ચોકકસ અંતર પણ હતું.અમે આ રીતે બન્ને કમ્ફર્ટેબલ હતાં.દિલીપ ગોહિલ મારી સાથે બોલવામાં મિતભાષી હતાં. આમ પણ તેઓ ઇન્ડિયા ટુ ડે અને રિડિફમાં પણ લખવામાં ખુબ જ કરસકસર પૂર્વક લખવા ટેવાયેલા હતાં. તેઓ એક પણ શબ્દ વ્યર્થ ન લખે.તેની વાકય રચનામાં પણ શબ્દોની કરકસર જોવા મળે. મને એવુ યાદ નથી આવતું કે તેમણે તેમના લખાણમાં વિશેષણનો ઉપયોગ કર્યો હોય.
મેં તેનામાં એક કાઠિયાવાડી જોયો. તેને કારણે મને તેની સાથે વાતચીત કરવામાં સરળતા પડી હતી.મેં તેનામાં એન્ગ્રીયંગ આત્મા જોયો હતો. પરંતુ ડેસ્ક ઉપર તેને કાબુમાં રાખવામાં સફળ રહયા હતાં.દિલીપભાઇ તેમની વય પહેલાં જ પાકટ થઇ ગયા હતાં.પરંતુ એ બાળક જેવા જીદ્દી હતા. એ ખુબ સારા પત્રકાર હતાં. કારણ કે તે નિર્ભય હતાં.
એ જયારે ઇન્ડિયા ટુડેની મારી કોનોટપ્લેસની ઓફિસમાં આવતાં ત્યારે હું સમજી જતી કે તેમની પાસે વાત કરવા માટે કોઇ ગંભીર બાબત હશે. કારણ કે તેમની પાસેથી નોનસેન્સને જગ્યા જ નહોતી. એમની વાત પણ ટુંકી મુદાસર અને દેશી ભાષામાં કહીએ તો વાતમાં મોણ નાખ્યા વગર કહેવાની ટેવ હતી. એથી જ હું તેમની વાત ગંભીરતાથી લેતી હતી.છેલ્લા ર૦ વર્ષમાં મેં તેમની સાથે લોકભાની અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે વાત કરી હતી.અમે એક મેકના વિચારોને માન આપતાં હતાં. તેઓ એન્ટી એસ્ટાબ્લીશમેન્ટ વિચારસરણીના હતાં. તેઓ રાજકારણ ઉપર ધર્મના અધિપત્યના ભયસ્થાનો જાણતાં હતાં. તેમની ટીવી ડિબેટ અને લખાણમાં પણ તેઓ આ જ રીતે વ્યકત થતાં હતાં.
મને દિલીપ ગોહિલ અને નિલેષ રૂપાપરાની એક બાબત ખુંચે છે. એ બન્નેની લાઇફ રોજી રોટીની શોધમાં ગઇ. રપ વર્ષ તેમણે પત્રકારત્વ માટે સખત મહેનત કરી. છતાં તેઓ કમ્ફર્ટ ખરીદી શકે તેટલી આમદાની તેમને આ ક્ષેત્રમાંથી ન મળી. ગુજરાતી મિડિયામાં કામ કરવુ આસાન નથી.તમે ચેખોવ કે દોસ્તવયેસ્કીનું ભાષાંતર કરવાની ટેલન્ટ ધરાવતાં હો છતાં આપણાં બિરાદરી (ગુજરાતી મિડિયામાં) તમે પ૦ વર્ષ પછી પણ ઠરીઠામ નથી થઇ શકતાં.દિલીપભાઇ જેવા અનેક પત્રકારો હશે. જેમનામાં આપણી આસપાસની સોસાયટીની સમજ હશે. પ્રોફેશની રિપોર્ટીંગ કર્યુ હશે. વિશ્વ સાહિત્ય વાંચ્યુ હશે.આમ છતાં તેમને ઇસ્ન્સ્ટીટયુશનલ સપોર્ટ જવલ્લેજ મળ્યો હશે. તેમના જીવનમાં પ૦ વર્ષે પણ કમ્ફર્ટ ખરીદવાની ખાસશકિત નહી હોય.એ ખુબ જ દિલગીરી સાથે કહેવુ પડે કે આપણી બિરાદરીમાં ક્રિએટીવ અને ટેલન્ટેડ લોકોને એવું વળતર નથી મળી શકતું કે તેઓ ચોકકસ જીવન ધોરણ અપનાવી શકે. અપવાદોને બાદ કરતાં મોટા ભાગના ટેલન્ટેડ રિપોર્ટર,ટ્રાન્સલેટર અને લેખકો આર્થિક મોરચે કંગાળ હાલત ભોગવી રહયા છે. જે લોકો ટુંકા રસ્તા લઇને સમાધાન કરવા નથી માંગતાં એવા પત્રકારો ત્રણ ત્રણ દાયકાની કેરિયર બાદ પણ સંઘર્ષમાં જ હોય છે.
દિલીપભાઇનો જ બાયોડેટા ચેક કરો.તેમણે અનેક વખત રાજીનામા આપ્યા. દરેક નોકરીએ તેમને નિચોવી નાંખ્યા. તેના બદલામાં ખુબ ઓછુ વળતર મેળવ્યુ.આપણે પત્રકારો જોબહોપર્સ છીએ.નોકરીઓ બદલાવવી એ પિડાદાયક પણ હોય છે.નોકરી બદલાવવી કયારેય આનંદદાયક નથી હોતી. હવે વધુ પ્રમાણમાં ડેસ્ક એડિટર,રિપોર્ટર,ટ્રાન્સલેટરને સારા પૈસા મળે એ મૂશ્કેલ બન્યુ છે. ગુજરાતી પ્રકાશકો આ બાબતમાં વધુ સારા નથી . પત્રકારોના હાર્ડવર્કના પ્રમાણમાં આવક અપૂરતી છે. દિલીપભાઇનું અવિરત હાર્ડવર્ક આપણા સૌની નજર સામે છે. નિલેષ રૂપાપરાના અવસાન બાદ મારે દિલીપભાઇ સાથે વાત થઇ હતી. તેમણે મને કહયુ હતું કે હવે રાજકોટમાં સેટલ થવુ છે. આવુ સાંભળવુ ખુબ મારે માટે ખુબ દુ:ખદાયક હતું.મને લાગે છે કે મૃત્યુ તેમને સેટલ કરશે. આપણી બિરાદરી તેને મદદરૂપ થવામાં સદંતર નિષ્ફળ ગઇ છે.