- મોહન કુંડારીયાને ક્ષત્રિય સમાજ જીતાડશે: પી.ટી.જાડેજા
- રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત
- ક્ષત્રિય સમાજ મોહન કુંડારીયાની સાથે રહી કામ કરશે
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાની જગ્યાએ મોહન કુંડારીયાના નામની ચર્ચા શરૂ થઇ છે. જેમાં ક્ષત્રિય આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજાએ જણાવ્યું છે કે રૂપાલને હટાવવામાં આવે તેવી માંગ યથાવત છે. તેમજ મોહન કુંડારીયા સામે અમને વાંધો નથી.
મોહન કુંડારીયાને ક્ષત્રિય સમાજ જીતાડશે: પી.ટી.જાડેજા
મોહન કુંડારીયાને ક્ષત્રિય સમાજ જીતાડશે. ક્ષત્રિય સમાજ મોહન કુંડારીયાની સાથે રહી કામ કરશે. કુંડારીયાને જીતાડવાની જવાબદારી ક્ષત્રિય સમાજ લેશે. પરશોત્તમ રૂપાલાની જગ્યાએ મોહન કુંડારીયાને રીપીટ કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. મોહન કુંડારીયાને ક્ષત્રિય સમાજ જીતાડશે. ક્ષત્રિય સમાજ મોહન કુંડારીયાની સાથે રહી કામ કરશે. તેમજ મોહનકુંડારીયાને જીતાડવાની જવાબદારી ક્ષત્રિય સમાજ લેશે.
રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત
રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં પી.ટી જાડેજાએ વધુમાં જણાવ્યું હતુ કે ક્ષત્રિયોને અન્યાય થયો છે. 6 – 7 એપ્રિલે અમે મહાઆંદોલન કરીશુ. પરશોત્તમ રૂપાલાની ટીકીટ રદ થવી જોઈએ. ક્ષત્રિયોની એક જ માગ છે રૂપાલાની ટિકીટ કાપો. રાજકોટ નહીં કોઈપણ જગ્યાએથી ટિકિટ ન મળવી જોઈએ. આટલો અન્યાય થયો તો પણ ક્ષત્રિયો શાંત છે. હાલ તો અમે માત્ર ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છીએ. જરૂર પડશે તો આખા દેશમાં ક્ષત્રિયો વિરોધ કરશે. ક્ષત્રિય સમાજ મોદી સરકાર સાથે કાયમ માટે છે. અમે ભાજપને 400 બેઠક અપાવીશુ.


