- પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવંતુ બન્યું
- જિલ્લાને સ્વચ્છ બનાવવા નાગરિકોને કલેકટર આશિષકુમારે અપીલ કરી
- સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાનની સફાઇ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી
સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાનની સફાઇ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફ્ળ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ થયું કરાયું છે.
ગોધરા બસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેકટર આશિષ કુમાર સહિત બસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ અને સફાઇમિત્રો સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈને સફાઇ ઝુંબેશ હાથ ધરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા કલેકટર દ્વારા હાથમાં ઝાડુ લઈને સફાઇ કરાઈ હતી. આ સાથે ઝભલામાં કચરાને એકત્રિત કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે,દર રવિવારે અલગ અલગ થીમ આધારિત આગામી બે મહિના સુધી ચાલનારા સ્વચ્છતા અભિયાનમાં આપણે સૌકોઈ સાથે મળીને સહિયારા પ્રયત્નો થકી પંચમહાલ જિલ્લાને સ્વચ્છ અને સુઘડ બનાવીએ.
આ તકે તેમણે ઉપસ્થિતોને સ્વચ્છતાનું મહત્વ અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પંચમહાલવાસીઓને અપીલ કરી હતી કે સ્વચ્છતા પર ખાસ ધ્યાન રાખવામાં આવે અને સ્વચ્છતા હી સેવા અભિયાનને વેગવંતુ બનાવવામાં તરફ્ આગળ વધવા જણાવ્યું હતું.
એવી જ રીતે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયાની અધ્યક્ષતામાં સંતરોડ ખાતેથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ.આગામી બે મહિના સુધી ચાલનારા સ્વચ્છતા અભિયાનમાં પંચમહાલ જિલ્લાના નાગરિકોને સ્વયંભૂ જોડાવા જીલ્લા વિકાસ અધિકારી એ અનુરોધ કર્યો છે.સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાનની સફાઇ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે.
સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફ્ળ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે,ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આજથી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ્ તાલુકાના સંતરોડ ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાની અધ્યક્ષતામાં સફાઇ ઝુંબેશનો પ્રારંભ કરાયો છે.