- અન્ય જિલ્લાના 6 નાયબ મામલતદાર હવે મામલતદાર બની જિલ્લામાં આવશે
- વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા 55 મામલતદારની બદલીના ઓર્ડરો
- 162 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી અપાઈ
રાજયના મહેસુલ વિભાગે તા. 26મીના રોજ મોડી સાંજે 55 મામલતદારની બદલી અને 162 નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન આપ્યુ છે. જેમાં જિલ્લામાં ફરજ બજાવતા 8 નાયબ મામલતદારને દિવાળીની ભેટ મળી હોય તેમ મામલતદાર તરીકે પ્રમોશન મળ્યુ છે. બીજી તરફ અન્ય જિલ્લાના 6 નાયબ મામલતદાર હવે મામલતદાર બની જિલ્લામાં આવશે.
ગુજરાત સરકારના રેવન્યુ ડીપાર્ટમેન્ટ દ્વારા ગુરૂવારે મોડી સાંજે રાજયની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા 55 મામલતદારની બદલીના ઓર્ડરો કર્યા છે. બીજી તરફ 162 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી અપાઈ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર આર.કે.પંચાલને રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના મામલતદાર, એ.ડી.વાઘેલાને ભાવનગર જિલ્લા મધ્યાહન ભોજન મામલતદાર, પી.એમ.શાહને કલેકટર કચેરી ગાંધીનગરમાં મામલતદાર તરીકે, આર.એમ.ચૌધરીને બનાસકાંઠા જિલ્લાના ભાભર મામલતદાર, એસ.એમ.પટેલને બોટાદ જિલ્લાના રાણપૂર તાલુકાના મામલતદાર, જે.વી.વૈષ્ણવને બોટાદ સીટી મામલતદાર, એમ.બી.દવેને જામનગર રૂરલ મામલતદાર, બી.એ.ઠાકોરને ભાવનગર રૂરલ મામલતદાર તરીકે બઢતી સાથે બદલી મળી છે.
જયારે મહેસાણા જિલ્લાના નાયબ મામલતદાર એન.એલ.લખતરીયાને સુરેન્દ્રનગર કલેકટર કચેરીના અધીક ચીટનીશ, અમદાવાદના જી.એચ.શાહને ધ્રાંગધ્રા મામલતદાર, કચ્છના એચ.બી.વાડાને સુરેન્દ્રનગર ચૂંટણી વિભાગના મામલતદાર, તાપીના આર.બી.રાણાને સુરેન્દ્રનગર સીટી મામલતદાર, સાબરકાંઠાના વાય.એચ.પરમારને ચુડા મામલતદાર, કચ્છના આર.ડી.પટેલને મૂળી મામલતદાર બનાવી ઝાલાવાડમાં બઢતી સાથે બદલી અપાઈ છે. આ ઉપરાંત મામલતદારોને બદલીના હુકમો પણ થયા છે. જેમાં મૂળી મામલતદાર બી.બી.લખતરીયાને ખેડા જિલ્લાના નડીયાદ રૂરલ, પાટડી મામલતદાર પી.કે.મોઢવાડીયાને વલસાડ જિલ્લાના વાપી રૂરલ મામલતદાર, થાન મામલતદાર એ.એન.શર્માને વઢવાણ મામલતદાર, વઢવાણ મામલતદાર ડી.ડી.ભટ્ટને રાજકોટ જિલ્લાના ગોંડલ સીટી મામલતદાર તરીકે બદલી મળી છે. જયારે આણંદ જિલ્લાના ડીઝાસ્ટર શાખાના મામલતદાર ગૌરવકુમાર કાપડીયાને થાન મામલતદાર, ભરૂચ કલેકટર કચેરીના ચીટનીશ શૈલેષ કલસરીયાને લખતર મામલતદાર તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી અપાઈ છે.