ભારત માટે ગર્વની ક્ષણ છે. UNESCOએ ભારતના પ્રમુખ તહેવારને પોતાની અમૂર્ત ધરોહરની યાદીમાં સ્થાન આપ્યુ છે.
કેમ આટલું મહત્ત્વ ?
દિવાળીનો તહેવાર ભારત માટે આધ્યાત્મિક, વિવિધતા અને સામાજિક એકતાને દર્શાવે છે. યૂનેસ્કોનું આ પગલું ભારતીય પરંપરાઓને સંરક્ષિત કરવા અને વિશ્વભરમાં તેનું મહત્ત્વ વધારવા માટે મદદ કરશે. દિવાળી માત્ર એક તહેવાર નથી. પરંતુ અંધકારથી પ્રકાશ તરફ વધતાનુ એક પ્રતિક છે. જે આપણને જ્યોતિ પ્રગટાવવા, નકારાત્મકતા પર સકારાત્મકની જીત મેળવવા માટે પ્રેરણા આપે છે. જેવી રીતે ભગવાને રામના અધ્યોધ્યા પરત ફરવા પર દિપ પ્રજવલિત કરવામાં આવ્યા હતા. તેમ પરંપરાને પણ આગળ વધારવા માટે આ એક મહત્ત્વનો તહેવાર છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર શું બદલશે ?
દિવાળીના તહેવારને હવે ગ્લોબલ ઓળખ મળશે. વિશ્વભરમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધશે. પ્રવાસન ક્ષેત્રે અને રિસર્ચ ક્ષેત્રે વધારો થશે. ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે મજબૂતી મળશે.
UNESCOની યાદીમાં ભારતીય પરંપરાઓનો સમાવેશ
દિવાળી પહેલા ભારતની કેટલીક સાંસ્કૃતિક પરંપરાઓને UNESCOની યાદીમાં સામેલ કરવામાં આવી છે. જેમાં કુંભ મેળો, ગરબા, દુર્ગા પૂજા અને યોગનો ઉલ્લેખ કરાયો છે.
UNESCOને મળ્યા 78 દેશના 67 પ્રસ્તાવ
UNESCOની બેઠકમાં 150 દેશના 700થી વધુ પ્રતિનિધિઓએ અમૂર્ત ધરોહર પર વિચાર કર્યો હતો. આ વર્ષે 78 દેશના 67 પ્રસ્તાવ અમૂર્ત ધરોહર માટે આપવામાં આવ્યા હતા. અને બાદમાં તેના પર વિચાર કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર નિમિત્તે ભારતે કહ્યુ હતુ કે, દિવાળી માત્ર તહેવાર નથી તે સાંસ્કૃતિ અને વિજય મેળવવા માટેનું પ્રતિક છે. આ તહેવારને એક પેઢીમાંથી બીજા પેઢીમાં સોંપવામાં આવે છે.
આજે ફરી દિવાળીની ઉજવણી
આજે દિલ્હીમાં દિવાળીની ફરી ઉજવણી કરાશે. સરકારી ઇમારતો, લાલકિલ્લા, ચાંદની ચોક, ઇન્ડિયા ગેટ, કર્તવ્ય પથ જેવા સ્થળોએ રંગોલી બનાવી, દિવા પ્રગટાવી અને રોશની કરીને ભારતના ગૌરવની ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ઇમરાન ખાન બાદ હવે આ શખ્સ છે Asim Munirનો દુશ્મન, જેલના સળિયા પાછળ મોકલવાની તૈયારી ધરાઇ હાથ


