ફિટ રહેવા ફક્ત પૌષ્ટીક આહાર જ નહીં કસરત પણ જરૂરી છે. બદલાયેલી અને બેઠાડું જીવનશૈલીના કારણે લોકોમાં બેલી ફેટ એક મોટી સમસ્યા બની છે. વજન વધારે ના હોય પરંતુ આગળ નીકળતું પેટ પુરુષ હોય કે મહિલા તેમના દેખાવને બેડોળ કરે છે. કલાકો સુધી બેસી રહેવા, બહારનો તળેલો ખોરાક ખાવાનો શોખ અને ઊંઘના અભાવના કારણે મોટાભાગના લોકોમાં બેલી ફેટ એટલે કે પેટ ફૂલી જવાની સમસ્યા જોવા મળે છે. આનાથી શારીરિક દેખાવ પર અસર તો પડે છે સાથે બીમારીઓનું જોખમ પણ વધે છે. શરીર સુડોળ બનાવવા દરરોજ આટલું કામ જરૂર કરો.


