- અમેરિકામાં નવેમ્બરમાં પાંચમી તારીખે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- જો બાઈડેન હટી જતા હવે કમલા હેરિસ અને ટ્રમ્પ ચૂંટણીની રેસમાં
- હું ખૂબ નારાજ છું, વ્યકિતગત હુમલા કરી શકું છું : ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકામાં આગામી નવેમ્બરની પાંચમી તારીખે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીને લઈ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ થયું છે. રિપબ્લિકન પાર્ટીથી રાષ્ટ્રપતિના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેઓ કમલા હેરિસથી ખૂબ નારાજ છે. અને ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને પોતાના હરિફ પર વ્યકિતગત હુમલા કરી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ગોલ્ફ ક્લબમાં પત્રકારો સાથે વાતચીત કરીને ઉપરનું નિવેદન આપ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીતમાં એ વાત જણાવી કે મારા મના તેઓ માટે કોઈ વિશેષ સન્માન નથી. તેઓની બુદ્ધિમત્તા માટે મારા મનમાં કંઈ નથી. મારું માનવું છે કે તેઓ ખૂબ ખરાબ રાષ્ટ્રપતિ સાબિત થશે. વ્યકિતગત હુમલા સારા હોય છે કે ખરાબ આ અંગે મારું કહેવું છે કે તેઓ પણ મારી પર વ્યકિતગત હુમલા કરે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત પર નારાજગી દર્શાવી
ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના સભ્યોએ તેઓને કમલા હેરિસ પર વ્યકિતગત હુમલા નહીં કરવા અપીલ કરી છે. આ સિવાય ટ્રમ્પ તેઓની સાથે સંકળાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી કમલા હેરિસ પર વ્યકિતગત વાક્ પ્રહારોની વાત છે તો તેઓએ દેશની સાથે કર્યું હું તેની સાથે ખૂબ નારાજ છું. હું તેઓની સાથે એ વાતથી નારાજ છું કે તેઓએ મારા અને બીજાની વિરુદ્ધ ન્યાય પ્રણાલીને હથિયાર તરીકે ઉપયોગ કર્યો. હું ખૂબ નારાજ છું અને મને લાગે છે કે હું વ્યકિતગત હુમલા કરી શકું છું.
ડોનાલ્ડ ટ્રમ્પે કોણે કહ્યા નિષ્ફળ ઉમેદવાર?
ટ્રમ્પે જણાવ્યું કે, કમલા હેરિસે મને વિચિત્ર કહ્યું, તેઓ જેડી અને મને વિચિત્ર કહે છે. જો કે વેંસ વિચિત્ર નથી. તેએ યેલમાં એક બેસ્ટ સ્ટુડન્ટ હતા. તેઓ ઓહાયો સ્ટેટ ગયા તેઓએ વર્ગમાં સૌથી વધુ ટકાની સાથે ગ્રેજ્યુએટની પરીક્ષા પાસ કરી છે. બીજી બાજુ એવી વ્યકિત છે જે નિષ્ફળ ઉમેદવાર છે, જેનું કરિયર ખૂબ ખબાર રહ્યું છે.


