- ફરી એક વાર પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યા ટ્રમ્પ
- ટ્રાફિક સર્વેલન્સ કરતાં પોલીસકર્મીની કરાઇ હતી હત્યા
- વિસ્કોન્સિનના ગ્રીન બેમાં ચૂંટણી રેલીને કર્યું સંબોધન
અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર પોતાના વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. હવે તેણે ડિટેક્ટીવ જોનાથન ડિલરની હત્યાને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો છે અને પોલીસના હત્યારાઓ માટે મૃત્યુદંડની માંગ કરી છે. તેમણે સંસદને એક એવો કાયદો લાવવા માટે અનુરોધ કર્યો છે જેના દ્વારા પોલીસ અધિકારીઓની હત્યાના દોષિતોને તાત્કાલિક મૃત્યુદંડ આપવામાં આવે.
ચૂંટણી પ્રચાર દરમિયાન બોલ્યા ટ્રમ્પ
વાસ્તવમાં, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિસ્કોન્સિનના ગ્રીન બેમાં એક ચૂંટણી અભિયાન રેલીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે સંસદ સમક્ષ કડક કાયદો બનાવવા માટે માંગ કરી છે. તેમણે કહ્યું કે હું સંસદને મારી પાસે એક ખરડો મોકલવા કહી, જેના દ્વારા તે સુનિશ્ચિત કરી શકાય કે પોલીસ અધિકારીની હત્યા કરનાર કોઈપણ શખ્સને તુરંત મોતની સજા આપી શકાય. અમે આમ કરવા જઈ રહ્યા છીએ, તમે બાદની સ્થિતિ જો લેજો.
આ રીતે કરાઇ હતી હત્યા
31 વર્ષીય જોનાથન ડીલર ફોર રોકવે પર ટ્રાફિકની અવરજવરનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તે સમયે ખોટી રીતે પાર્ક કરેલા વાહન સાથે અથડાયા બાદ તેને ગોળી મારી દેવામાં આવી હતી. બાદમાં, 34 વર્ષીય શકમંદ રિવેરાની ધરપકડ કરી લેવામાં આવી હતી. અને પોલીસકર્મીની હત્યા, હત્યાનો પ્રયાસ તેમજ હથિયાર રાખવાના આરોપો લગાવવામાં આવ્યા છે.
ટ્રમ્પએ ડિલરની પત્ની અને પરિવાર અંગે જણાવ્યું કે, તેમનો પરિવાર ખૂબ જ સારો છે. એ કહેવું ખૂબ જ અઘરું છે કે તેમના ઘરમાં બધુ કેટલું સારું છે. ડિલરની હત્યાના સમાચાર ખૂબ જ પીડાદાયક છે. આ ઘટના પરિવાર અને પોલીસ અધિકારીઓ માટે ડરામણી છે. તેમણે જણાવ્યું કે ડિલરના અંતિમ દર્શન માટે હજારો પોલીસકર્મીઓ અને મહિલાઓ પહોંચી હતી, આ જોવું ખરેખર સારું હતું.


