- ‘બેઝ ઓઇલ’ ડ્રમ્સમાં છુપાવ્યો હતો સોપારીનો જથ્થો
- UAE થી મુન્દ્રા પોર્ટ પર સોપરી મોકલવામાં આવી હતી
- 738 ડ્રમમાંથી 658 ડ્રમમાં સોપારી અને 80 ડ્રમમાં બેઝ ઓઈલ
ફરી એકવાર દાણચોરીની ઘટના સામે આવી છે. જેમાં કચ્છમાં DRIએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. મુન્દ્રા પોર્ટ પરથી રૂ.5.71 કરોડનો દાણચોરીનો સોપારીનો જથ્થો DRIએ ઝડપી પાડ્યો છે. રૂપિયા 5.71 કરોડની 83.352 મેટ્રિક ટન ગેરકાયદેસર સોપારીનો જથ્થો ઝડપાયો છે.
આ અંગેની માહિતી અનુસાર, બેઝ ઓઇલ ડ્રમ્સમાં છુપાવીને સોપારી લાવવામાં આવતી હતી. કચ્છના મુન્દ્રા પોર્ટ પર બેઝ ઓઈલની આડમાં લવાતા ગેરકાયદેસર સોપારીના જથ્થાનો પર્દાફાશ થયો છે. યુએઈથી મુન્દ્રા પોર્ટ પર સોપારી મોકલવામાં આવી હતી.
ભારતમાં સપ્લાય કરવાની નવી મોડેશ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં એક સાથે 738 ડ્રમમાંથી 658 ડ્રમમાં સોપારી અને 80 ડ્રમમાં બેઝ ઓઈલ હતું. આ સોપારીનો જથ્થો DRIએ ઝડપી પાડ્યો છે. જેમાં UAE થી મુન્દ્રા પોર્ટ પર સોપરી મોકલવામાં આવી હતી.


