- સુરતના અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતીનું મોત
- મોટા વરાછા વિસ્તારમાં થયો હતો અકસ્માત
- ડમ્પર ચાલકે અડફેટે લેતા યુવતીને ગંભીર ઇજા થઇ હતી
સુરતના અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતીનું મોત થયુ છે. જેમાં મોટા વરાછા વિસ્તારમાં અકસ્માત થયો હતો. ત્યારે ડમ્પર ચાલકે અડફેટે લેતા યુવતીને ગંભીર ઇજા થઇ હતી. બેફામ ડમ્પરો શહેરીજનો માટે ફરતા મોત સમાન બન્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ સામે શહેરીજનોમાં નારાજગી છે.
ગંભીર રીતે ઘાયલ યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ
મોટા વરાછામાં ડમ્પર ચાલકે સર્જેલા હિટ એન્ડ રન મામલે ઘટનામાં ગંભીર રીતે ઘાયલ યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. બંને પિતરાઈ બહેન ક્લિનક પર જતી હતી તે વખતે બેફામ ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ડમ્પર ચાલકો જાહેરનામાનો ભંગ કરી બે રોકટોક ડમ્પર હંકારી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસની ગંભીર લાપરવાહી સામે આવી છે.
પોલીસે ડમ્પર કબજે કરી ચાલકની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી
બંને ઇજાગ્રસ્ત બહેનોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં 22 વર્ષીય નમ્રતા કોટડિયાનું મોત નીપજ્યું હતું, જ્યારે માનસીની સારવાર ચાલી રહી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક ડમ્પર સ્કૂટી સાવર બે છોકરીઓને પાછળથી ટક્કર મારીને તેમની સાથે ખેંચી રહ્યું છે. ડમ્પરની ટક્કરથી સ્કૂટર પર સવાર બંને યુવતીઓ રોડ પર પટકાઈ હતી. આ જોઈને નજીકમાં ઉભેલા લોકો તેમને બચાવવા દોડ્યા. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે યુવતીઓ ડાબી બાજુએ ચાલી રહી હતી, પરંતુ ડમ્પર તેમની બાજુમાં આવ્યું અને તેમને ટક્કર માર હતી. આ અકસ્માત અંગે ઉત્તરણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાને અંજામ આપનાર ડમ્પર ચાલક ડમ્પર સ્થળથી થોડે દૂર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ડમ્પર કબજે કરી ચાલકની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.


