- અંદાજે ગુજરાતભરમાં 11 હજાર કાર વેચાઇ
- અંદાજે રાજ્યભરમા 40 હજાર ટુ-વ્હીલર વેચાઈ
- ગત વર્ષની સરખામણીમાં 15 ટકાનો વધારો થયો
નવરાત્રિ અને દશેરાના શુભ દિવસોમાં લોકો નવા વાહનો અને ઓફિસોથી લઈ મકાનોની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં માત્ર જો અમદાવાદની વાત કરવામાં આવે તો આશરે 2400 સહિત ગુજરાતભરમાં 11 હજાર કાર વેચાઇ છે. જ્યારે જો ટુ-વ્હીલરની વાત કરવામાં આવે તો 6500 માત્ર અમદાવાદમાં જ વેચાઈ છે તો રાજ્યભરમાં 40 હજાર બાઈક વેચાઈ છે.
આ અંગે જો ગત વર્ષની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના વાહન ડીલરોએ નવરાત્રી સહિત પૂનમ સુધીમાં 3500થી વધુ કાર અને 10,500થી વધુ ટુ વ્હીલર વેચાણ અંદાજ મૂક્યો હતો. તેમજ ગત વર્ષ કરતાં આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આશરે 40 થી 50 ટકા જેટલો રાજ્યભરમાં વધારો જોવા મળ્યો છે.
આ ઉપરાંત નવરાત્રિના નવે દિવસ લોકોએ નવી ગાડીઓ ખરીદતા હોવાથી આ નવરાત્રિના દિવસોમાં માત્ર અમદાવાદમાં જ 12500 સહિત ગુજરાતભરમાં 85 હજાર બાઇક- ટુ વ્હીલર વેચાયા હતા. અમદાવાદમાં 3800 સહિત રાજ્યભરમાં 19 હજાર કાર વેચાઇ છે.
નવરાત્રિની શરૂઆતથી જ લોકો નવા ગાડીઓ લઇને ફરતા થઇ જતા હોય છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર એસો. દ્વારા જાણવા મળતી માહિતી મુજબ નવરાત્રિમાં બેઝિક કારથી લઇને હાઇએન્ડ લક્ઝુરિયસ કારનું સારું વેચાણ થયું છે. તેમજ જો ટુ-વ્હીલરની વાત કરવામાં આવે તો ઈ-બાઈક અને મોપેડનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થયું છે.
આ ઉપરાંત ડીલરને ત્યાંથી HSRP સહિતની નંબર પ્લેટ સાથેના વાહનોની વેચાણ થયું છે. જેના કારણે કેટલાક સ્થાનો પર આ વ્યવસ્થા જોવા મળી છે. આ ઉપરાંત માત્ર કાર અને બાઇકની સાથે લોકોએ મોટા વાહનો, ટ્રક, ટ્રેક્ટર, જેસીબી તથા ક્રેનની પણ દશેરાના દિવસે ખરીદી કરી હતી.
ઘણાં લોકોએ 10 દિવસ અગાઉ ટુ-વ્હીલર બુક કરાવ્યા હતા. દશેરાએ ટુ-વ્હીલરની ડિલિવરી મળે તેવી ગોઠવણ કરી હતી. દશેરાના દિવસે પાછલા વર્ષની સરખામણીએ ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના બુકિંગમાં 15 ટકાનો વધારો નોંધાયો છે. એટલું જ નહિ નવરાત્રિના સીઝનમાં રાજ્યભરમાં 80 હજાર જેટલા વાહનો વેચાણ થયું છે.