- મધ્ય પેરુના દરિયાકાંઠે આવ્યો ભૂકંપ
- દરિયાકિનારા પર સુનામીના મોજાં શક્ય
- કેટલાક દરિયાકાંઠે ત્રણ મીટર સુધીના તરંગો શક્ય
એટીક્વિપા જિલ્લામાંથી 8.8 કિલોમીટર (5.5 માઇલ) દૂર આંચકા આવ્યા પછી તરત જ USGS એ અગાઉની તીવ્રતાનું રેટિંગ વધાર્યું હતું. શુક્રવારે મધ્ય પેરુના દરિયાકાંઠે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, કેટલાક દરિયાકિનારા પર સુનામીના મોજાં શક્ય છે.
કેટલાક દરિયાકાંઠે ત્રણ મીટર સુધીના તરંગો શક્ય
એટીક્વિપા જિલ્લામાંથી 8.8 કિલોમીટર (5.5 માઇલ) દૂર આંચકા આવ્યા પછી તરત જ USGS એ અગાઉની તીવ્રતાનું રેટિંગ વધાર્યું હતું. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર, જેણે શરૂઆતમાં કહ્યું હતું કે ત્યાં કોઈ ખતરો નથી, બાદમાં ચેતવણી આપી હતી કે “કેટલાક દરિયાકાંઠે ત્રણ મીટર સુધીના તરંગો શક્ય છે”.
ક્યારે આવ્યો ભૂકંપ
આ ભૂકંપ આજે એટલે કે શુક્રવારે સવારે 11.06 મિનિટે આવ્યો. પેરુની સરકારે જાનમાલના નુકસાનની કોઈ સૂચના આપી નથી પરંતુ સુનામીનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પેરુના અનેક વિસ્તારોમાં આ ભૂકંપ અનુભવાયો હતો. સ્થાનિક માહિતિ અનુસાર લોકો ભૂકંપના આંચકાના કારણે ઘરની બહાર નીકળી આવ્યા હતા. સડક પર ચાલતી ગાડીઓ આંચકાના કારણે થંભી ગઈ હતી.
16 જૂને પણ આવ્યો હતો ભૂકંપ
આ પહેલા 16 જૂને પેરુમાં ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 5.9 ની નોંધાઈ હતી. આ સમયે પણ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા ન હતા.


