- નેપાળમાં આજે વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
- રિક્ટર સ્કેલ પર આ ભૂકંપનીની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી
- આજે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
નેપાળમાં આજે વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે રવિવારે વહેલી સવારે નેપાળમાં રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શુક્રવારે આવેલા ભૂકંપમાં નેપાળમાં 157થી વધુ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આજે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આજે વહેલી સવારે 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
નેપાળમાં આજે વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે રવિવારે વહેલી સવારે નેપાળમાં રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા ભારતમાં અનુભવાયા નથી. શુક્રવારે આવેલા ભૂકંપમાં નેપાળમાં 157થી વધુ લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. જેના કારણે નેપાળમાં મોટાપાયે વિનાશ થયો હોવાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારના ભૂકંપમાં મૃત્યુઆંક વધુ વધવાની સંભાવના છે. આજે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ ફૈઝાબાદથી લગભગ 328 કિલોમીટર પૂર્વમાં 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ગયા અઠવાડિયે અફઘાનિસ્તાનમાં 4.7ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં તાજેતરના સમયમાં અનેક ભૂકંપ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં આવેલા ભૂકંપમાં 4 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો મકાનો ધરાશાયી થયા હતા. ત્યારબાદ હેરાત અને આસપાસના વિસ્તારો 6.3ની તીવ્રતાના ભૂકંપ અને તેના શક્તિશાળી આફ્ટરશોક્સથી હચમચી ગયા હતા.
નેપાળમાં ભૂકંપથી ભારે તબાહી
નેપાળમાં આવેલા ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્ય ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે કહ્યું કે, ‘ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ઘણું નુકસાન થયું છે. સેંકડો લોકો ઘાયલ થયા છે, હજારો મકાનો ધરાશાયી થયા છે અને અમારી સરકાર રાહત કાર્યમાં લાગેલી છે. અમે નેપાળી સેના તૈનાત કરી છે. સશસ્ત્ર પોલીસ દળને હેલિકોપ્ટર દ્વારા તમામ ઘાયલોને બચાવ માટે હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ પણ હેલિકોપ્ટર દ્વારા નજીકના જિલ્લાઓમાંથી આરોગ્ય સાધનો સાથે સ્થળ પર પહોંચી રહ્યા છે. અમે અમારા હેલિકોપ્ટર વડે ઘાયલોને પણ બચાવ્યા છે. અમારી સરકાર તે કામ કરી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠકની સાથે અમે કેબિનેટની બેઠક પણ બોલાવી છે.
દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા આંચકા
નેપાળમાં શુક્રવારે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. પ્રત્યક્ષદર્શીઓએ મિલકત, મકાનો અને ઇમારતોને નુકસાનની જાણ કરી હતી. આ ભૂકંપના આંચકા દિલ્હી-એનસીઆર, લખનૌ, અયોધ્યા, ગ્વાલિયર, ભોપાલ અને ઉત્તર પ્રદેશ અને બિહારના અન્ય શહેરો સહિત ઉત્તર ભારતમાં પણ અનુભવાયા હતા. NCSના રિપોર્ટ અનુસાર શુક્રવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 હતી. તેનું કેન્દ્ર જાજરકોટમાં હતું. ભૂકંપ બાદ લોકો દોડતા અને ઈમારતો ધ્રૂજતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા.


