- કલેક્ટરોને ડેપ્યુટી ચૂંટણી કમિશનરે કહ્યું-મહિલામાં વોટિંગ વધારજો
- પાલિકા-પંચાયતોમાં 27 % OBC રિઝર્વેશનના અમલનું નોટિફિકેશન હજી પ્રસિદ્ધ થયું નથી !
- બે જિલ્લા અને 17 તાલુકા પંચાયતો, 76 પાલિકામાં લોકસભા પછી ચૂંટણી
લોકસભા ચૂંટણી- 2024ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મતદાર યાદી સુધારણા, મતદાન મથકોમાં વધારો, ઈફસ્ યુનિટની ચકાસણીની પ્રક્રિયાઓ હાલમાં ચાલી રહી છે. દરમિયાન ભારતના ચૂંટણીપંચ-ECIના નાયબ ચૂંટણી કમિશનર હૃદયેશકુમાર ગુજરાતમાં છે. ગુરૂવારે અમદાવાદમાં સમીક્ષા બેઠકમાં તેમણે કલેક્ટરોને મહિલા મતદારોનું વોટિંગ વધે તેવી રીતે જનજાગૃતિ શરૂ કરવા સુચન કર્યું હતું. આ તરફ અહીં રાજ્યમાં પહેલાથી લટકી પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હવે વધુ સમય માટે વિલંબિત થઈ પડે તો નવાઈ નહી !
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી રાજ્ય ચૂંટણી આયોગને આધિન છે. અન્ય પછાત વર્ગો-OBC અનામત વિવાદને કારણે દોઢેક વર્ષથી બનાસકાંઠા, ખેડા એમ બે મોટા જિલ્લાઓમાં જિલ્લા પંચાયત સહિત 17થી વધારે તાલુકા પંચાયતો, 76થી વધુ નગરપાલિકાઓ તેમજ પાંચ હજારથી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી અટકેલી છે. આ વિવાદના ઉકેલ સ્વરૂપ સરકારે 27 ટકા OBC અનામત બેઠકો અનામત રાખવા કાયદો સુધાર્યો હતો. જેને રાજ્યપાલ તરફથી મંજૂરી આપી દેવાઈ છે. પરંતુ, હજી સુધી તેના અમલ માટેનુ ગેટેઝ સુધ્ધા પ્રસિધ્ધ થયુ નથી. બીજી તરફ રાજ્યનું વહિવટી તંત્ર લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારીમાં વ્યસ્ત રહેતા હવે પહેલાથી જ લટકી પડેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી પણ હવે ફેબ્રુઆરી પહેલા યોજાય તેવી સ્થિતિ નથી ! ECIના નાયબ ચૂંટણી કમિશનર હૃદયેશકુમારે કલેક્ટરો અને રાજ્યના ચૂંટણી અધિકારી- ઝ્રઈર્ં પી. ભારતી સાથે સમીક્ષા બેઠક યોજીને જાન્યુઆરી- 2024ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરી રહેલા એક પણ નાગરીકનું મતદાતા તરીકે નામ નોંધવાનું બાકી ન રહે તેની કાળજી લેવા પણ સુચવ્યુ હતુ. આ બેઠકમાં દિવ્યાંગ, વયસ્ક અને થર્ડ જેન્ડર મતદારોનો યાદીમાં સમાવેશ, ફોટો ઓળખકાર્ડ, મતદાન મથકો ઉપર પુરી પાડવાની સુવિધાઓ 1950 ટોલ ફ્રી નંબર સુવિધા મુદ્દે સમીક્ષા કરાઈ હતી.
બે જિલ્લા અને 17 તાલુકા પંચાયતો, 76 પાલિકામાં લોકસભા પછી ચૂંટણી
બનાસકાંઠા, ખેડા એમ બે મોટા જિલ્લાઓમાં જિલ્લા પંચાયત સહિત 17થી વધારે તાલુકા પંચાયતો, 76થી વધુ નગરપાલિકાઓ તેમજ પાંચ હજારથી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી અટકેલી છે. 27 ટકા OBC અનામત મુજબ પંચાયત અને શહેરી વિકાસ વિભાગ દ્વારા બેઠકોની ફાળવણી થયા પછી તેના આધારે રાજ્ય ચૂંટણી આયોગ સામાન્ય ચૂંટણી યોજવાની પ્રક્રિયા હાથ ધરશે. જો કે, ટોચના અધિકારીએ કહ્યુ કે, માર્ચ- 2024માં લોકસભાની ચૂંટણી જાહેર થશે અને તે પહેલા ફેબ્રુઆરીમાં રાજ્ય વિધાનસભા સભાનું સત્ર મળવાની સ્થિતિમાં અહીં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી શક્ય નથી. આથી, લોકસભા ચૂંટણી બાદ મે- 2024માં તેનું આયોજન થઈ શકે છે.