- દેવ એન્ટરપ્રાઈઝિસ, દિવ્યમ ઈન્ફ્રાકોન પ્રા.લિ.માં સર્ચ ઓપરેશન
- તન્વી ગોલ્ડ પ્રા.લિ., કેપિટલ કિંગ મેનેજમેન્ટ પ્રા.લિ.માં સર્ચ ઓપરેશન
- સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજે રૂપિયા 8.50 કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ફ્રીઝ
EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. EDએ દિલ્હી-NCR, મુંબઈ, અમદાવાદ અને જૂનાગઢના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઈડીએ PMLA એક્ટ 2002 હેઠળ આ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
તન્વી ગોલ્ડ પ્રા.લિ., કેપિટલ કિંગ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડમાં સર્ચ ઓપરેશન
વિપુલ જોષીની માલિકીની દેવ એન્ટરપ્રાઈઝિસ, દિવ્યમ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડાયરેક્ટર ચોઠાણી એમ. ગોબરભાઈ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ સાથે જ પાવર બેંક એપ ફ્રોડ કેસમાં તન્વી ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર સુરેન્દ્ર અભય ચપલોટ, કેપિટલ કિંગ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર ચિરાગ પટેલના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજે રૂપિયા 8.50 કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ફ્રીઝ
સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજે રૂપિયા 8.50 કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને 12.5 લાખ જેટલી રોકડ રકમ, ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં 196.82 કરોડનું બેંક લોન કૌભાંડ, જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રા.લિ.માં ઈડીના દરોડા
થોડા દિવસ અગાઉ જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અમદાવાદ ઝોનલ ઓફિસના અધિકારીઓએ અમદાવાદ અને રાજકોટમાં જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ અને ડાયેરક્ટરોના ઘરે દરોડા પાડયા હતા. તમને જણાવી દઈએ કે કંપનીએ 196.82 કરોડની બેન્કમાંથી ક્રેડિટ ફેસેલિટી મેળવીને બેન્કને આર્થિક નુકસાન કરાવ્યું હતું.
ઈડીએ મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા
ઈડીએ બે દિવસ દરોડાની કામગીરી ચાલુ રાખીને મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટરો કમલેશ માવજીભાઇ કટારિયા અને નીતેશ માવજીભાઇ કટારિયા, કમલેશ કુમાર કાંતિલાલ રાજપુરાના ઘરે અને ઓફિસોમાં ઈડીએ દરોડાની કામગીરી હાથ ધરી હતી. ઈડી દ્વારા અમદાવાદમાં ચાર સ્થળે અને રાજકોટ અને ગોંડલમાં 6 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.