ચૂંટણી પંચ દ્વારા SIRને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પંચે SIRની સમય મર્યાદામાં 7 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે SIRના ફોર્મ 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે. સમય ઓછો હોવાના કારણે BLO ના કામનું ભારણ વધતુ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સહિત 12 રાજ્યોમાં 7 દિવસ વધારવામાં આવ્યા છે.
11 ડિસેમ્બર સુધીમાં ફોર્મ જમા કરાવી શકાશે
ચૂંટણી આયોગે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાની સમયમર્યાદા એક અઠવાડિયા સુધી વધારી દીધી છે. હવે મતદાર યાદીના સુધારણા સાથે જોડાયેલા દરેક તબક્કાઓ નવી તારીખો મુજબ કરવામાં આવશે. 12 રાજ્યોમાં SIR હવે 11 ડિસેમ્બર સુધી અપડેટ કરી શકાસે. હવે ડ્રાફ્ટ રોલ 16 ડિસેમ્બરે જાહેર થશે.
ગુજરાત સહિત આ 12 રાજ્યોમાં વધારાયો સમય
આ વિસ્તરણ તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે છે, જ્યાં SIR પહેલેથી જ ચાલી રહી છે. તેમાં અંદામાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડુચેરી, રાજ્યસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
હવે SIRનું નવું શેડ્યૂલ…
1.એન્યુમરેશન પિરિયડ (ઘર-ઘર સત્યાપન)
11 ડિસેમ્બર 2025 (ગુરુવાર) સુધી
2.મતદાન કેન્દ્રોની પુનર્વ્યવસ્થા
11 ડિસેમ્બર 2025 (ગુરુવાર) સુધી
3.કંટ્રોલ ટેબલ અપડેટ કરવું અને ડ્રાફ્ટ રોલ તૈયાર કરવો
12 ડિસેમ્બર 2025 (શુક્રવાર) થી 15 ડિસેમ્બર 2025 (સોમવાર) સુધી
4.ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલનું પ્રકાશન
16 ડિસેમ્બર 2025 (મંગળવાર)
5.દાવા અને આક્ષેપો દાખલ કરવાની અવધિ
16 ડિસેમ્બર 2025 (મંગળવાર) થી 15 જાન્યુઆરી 2026 (ગુરુવાર) સુધી……


