By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઇલેકટોરલ બોન્ડને આઇટી દરોડા સાથે સહસબંધ જોડાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ઇલેકટોરલ બોન્ડને આઇટી દરોડા સાથે સહસબંધ જોડાયો

agragujaratnews
Last updated: 2024/03/16 at 8:53 PM
2 years ago
Share
ઇલેકટોરલ બોન્ડને આઇટી દરોડા સાથે સહસબંધ જોડાયો
SHARE

જે કંપનીઓ પર ઇડી-આઇટીના દરોડા પડયા છે તેમનું ઇલેકટોરલ બોન્ડમાં વધુ રોકાણ હોવાનો આક્ષેપ

દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે જ ઇલેકટોરલ બોન્ડ મહત્વનો મુદ્દો બની ગયો છે. સુપ્રિમ કોર્ટની ઝાટકણી બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેકટોરલ બોન્ડ ખરીદનારની જાહેરાતની છુપાવેલી યાદી આપી છે. તેમાં વિગતો સામે આવી એ વિવાદાસ્પદ બની છે. ખાસ કરીને બોન્ડમાં દાન આપનાર કંપનીઓ કયાંકને કયાંક ઇડી અથવા ઇન્કમટેકસની કાર્યવાહીનો ભોગ બની હોવાના આક્ષેપ થયા છે.

Contents
જે કંપનીઓ પર ઇડી-આઇટીના દરોડા પડયા છે તેમનું ઇલેકટોરલ બોન્ડમાં વધુ રોકાણ હોવાનો આક્ષેપઇડીની રેડ પછી લોટરી કિંગની ખરીદીનાણામંત્રીની સ્પષ્ટતા : દરોડા કાર્યવાહીને કોઇ સબંધ નથીરાહુલ ગાંધીનો સ્ફોટક આક્ષેપ :  આ સૌથી મોટુ ખંડણી રેકેટ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રિલ ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૪ વચ્ચે ઇલેક્ટોરલ બોન્ડની થયેલી ખરીદીના આંકડા આપ્યા બાદ ગુરુવારે ચૂંટણી પંચે તેને જાહેર કર્યા હતા. આ ૩૩૭ પાનાની યાદીમાં ખરીદવામાં આવેલા ૨૨,૨૧૭ બોન્ડની યાદીમાં એક વાત ચોક્કસ સામે આવે છે કે એવી ડઝનબંધ કંપનીઓ છે કે જેમણે તેમની સામે ઈન્કમટેક્સ કે એન્ફોર્સમેન્ટ ડિરેકટરોરેટ (ઇડી)ની તપાસ શરૂ થઇ કે દરોડા પડયા પછીના મહિના કે સમયગાળામાં જંગી માત્રામાં બોન્ડની ખરીદી કરી છે.

ઇડીની રેડ પછી લોટરી કિંગની ખરીદી

સૌથી વધુ બોન્ડની ખરીદી કરનાર પાંચમાંથી ત્રણ કંપનીઓ એવી છે કે જેમની સામે કેન્દ્રની એજન્સી દ્વારા તપાસ થઇ પછી સૌથી વધુ માત્રમાં ઇલેકટોરોલ બોન્ડની ખરીદી કરી હોય. લોટરી કિંગ તરીકે જાણીતા અને ફયુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ પ્રાઇવેટ લીમીટેડના માલિક સેન્ડીયેગો માર્ટીન સૌથી વધુ બોન્ડની ખરીદી કરનારમાં અવ્વલ નંબર પણ છે.

તેમની કંપનીએ રૂ.૧3૬૮ કરોડના ઇલેકટોરલ બોન્ડની ખરીદી કરી છે. આ કંપની સામે ૨૦૧૯માં ઇડીએ તપાસ શરૂ કરી હતી. જુલાઇ ૨૦૧૯માં કંપનીની રૂ.૨૫૦ કરોડની મિલકત અને પછી એપ્રિલ ૨૦૨૨માં બીજી રૂ.૪૦૯ કરોડની મિલકત ઇડીએ જપ્ત કરેલી છે.

કંપની સામે આરોપ છે કે લોટરીમાં ઇનામની રકમ અને રાજ્ય સરકારની જાણ બહાર વધારે માત્રામાં લોટરી છાપી કંપનીએ રૂ.૯૧૦.૩૦ કરોડની કાળી કમાણી કરી છે. આ માટે સીબીઆઈએ પણ ફયુચર ગેમિંગ કેસ કરેલો છે.

ઓક્ટોબર ૨૦૧૯માં ફયુચર ગેમિંગ સામે કાર્યવાહી કરવા માટે ગૃહ મંત્રાલયે કેસ કર્યો ત્યારે તરત જ ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી શરુ કરી હતી. કંપનીએ ઓક્ટોબર ૨૦૨૦માં પ્રથમ વખત રૂ.૧૯૦ .૧૯૦ કરોડની ખરીદી કરી હતી અને અને પછી ૨૦૧૯- ૨૦૨૪ના સમયગાળામાં બીજા રૂ.૧૩,૦૦૦ કરોડથી વધારાના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી હોવાનું પંચે બહાર પાડેલા ડેટા ઉપરથી જાણવા મળે છે.

આવક વેરાની તપાસ બાદ ઇન્ફ્રા જાયન્ટ મેઘાનું બોન્ડ

તેલંગાનાના સરકારના કલેશ્વરમ ડેમ, ઝોઝીલા પાસ, મુંબઈમાં થાશે અને બોરીવલીને જોડતા રૂ.૧૪,૪૦૦ કરોડના પ્રોજેકટ જેવા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટના બાંધકામ સાથે જોડાયેલી મેઘા એન્જીનિયરિંગ સૌથી મોટા દાતામાં રૂ. ૧૦૦૦ કરોડ સાથે બીજા ક્રમે આવે છે.

પી.પી. રેડ્ડી અને ક્રિયા રેડીની આ કંપની મીડિયા સાથે જોડાયેલી એક ખાનગી ન્યુઝ નેટવર્કમાં પણ પ્રમોટર તરીકે જોડાયેલી હોવાનું કહેવાય છે. ઓકટોબર ૨૦૧૯માં ઇડીની તપાસ બાદ આવકવેરાના દરોડા બાદ મેઘા એન્જીનિયરીંગની રૂ.૫૦ કરોડના બોન્ડ ખરીદવાની શરૂઆત થાય છે અને પછી તે સતત ખરીદનાર તરીકે પંચની યાદીમાં જોવા મળે છે.

નાણામંત્રીની સ્પષ્ટતા : દરોડા કાર્યવાહીને કોઇ સબંધ નથી

આવક વેરા વિભાગ કે ઇડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે કંપનીઓએ સત્તાધારી પક્ષને ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી કરી દાન આપ્યું હોવાના વિપક્ષના આક્ષેપોને નાણામંત્રી નિર્મલા સિતારામને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે એજન્સીની કાર્યવાહી અને બોન્ડની ખરીદી વચ્ચે કોઈ સંબંધ નથી. ‘આ એક ધારણા છે કે એજન્સી દરવાજા ઉપર ઉભી છે એટલે કંપનીઓએ બોન્ડની ખરીદી કરી. આ બોન્ડની ખરીદી કરી તેમણે ભાજપને જ દાન આપ્યું હોવાની ધારણા છે. એવી પણ શક્યતા છે કે આવી કંપનીઓએ કોઈ અન્ય કે પ્રાદેશિક પક્ષને પણ દાન આપ્યું હોય. એમ દલીલ પણ થઈ શકે કે દાન મળ્યા પછી પણ એજન્સીએ પોતાની કાર્યવાહી ચાલુ રાખી છે,’ એમ એક ખાનગી કાર્યક્રમમાં નાણામંત્રીએ જણાવ્યું હતું.

રાહુલ ગાંધીનો સ્ફોટક આક્ષેપ :  આ સૌથી મોટુ ખંડણી રેકેટ

ઈલેક્ટોરલ બોન્ડ વિશ્વનું સૌથી મોટું ખંડણી રેકેટ છે તેવો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો છે. ભારત જોડો ન્યાય યાત્રાના અંતિમ તબક્કામાં થાણે આવી પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ નાણાંનો ઉપયોગ રાજકીય પક્ષોને તોડવા માટે તથા વિપક્ષી સરકારોને ઉથલાવવા માટે થયો છે. રાહુલે કહ્યું હતું કે થોડાં વર્ષો પહેલાં વડાપ્રધાને જાહેર કર્યું હતું કે રાજકીય ભંડોળની સિસ્ટમને સ્વચ્છ કરવા માટે ઈલેક્ટોરલ બોન્ડની રચના કરવામાં આવી છે. જોકે, હવે એવું પુરવાર થયું છે કે આ યોજના વાસ્તવમાં ભારતનાં મોટા ગૃહો પાસેથી ખંડણી વસૂલવાની એક સ્કિમ હતી. કોર્પોરેટ ગૃહોને ધાકધમકી આપીને તથા કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીનો ડર દેખાડીને ભાજપ માટે પૈસા મેળવવામાં આવ્યા હતા. આ વિશ્વનું સૌથી મોટું ખંડણી રેકેટ છે.

 

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
અમરેલી

સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી

Editor By Editor 5 days ago
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?