- ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકવાર ફરી ડાઉન થયા
- એપ એક્સેસ કરવામાં યુઝર્સને થઈ રહી છે સમસ્યાઓ
- જોકે, વોટ્સએપ પર તેની કોઈ અસર દેખાઈ રહી નથી
દેશ દુનિયામાં સૌથી પ્રચલિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકવાર ફરી ડાઉન થયા છે. મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એક્સેસ કરવામાં યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, યુઝર્સ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ડેસ્કટોપમાં પણ લોગ-ઇન ન કરી શકવાની ફરિયાદો કરી રહ્યા છે. એટલું જ નહી, મોબાઈલ એપ્લિકેશનમાં એપ પર સેશન એક્સપાયર થયાના પણ મેસેજીસ યુઝર્સને આવી રહ્યા છે. હજારો યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે બંને પ્લેટફોર્મ પર આ પ્રકારની સમસ્યા કયા કારણે થઈ રહી છે. જોકે, આ અંગે મેટા દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નાથી.
જો કે વોટ્સએપ પર તેની કોઈ અસર દેખાઈ રહી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે યુઝર્સ એપ લોગિન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તેમના મેઇલ પર OTP મોકલવામાં આવી રહ્યો છે, તેમજ, વ્યક્તિગત વિગતો પણ ખોટી દેખાઈ રહી છે. ડાઉન ડિટેક્ટરના જણાવ્યા અનુસાર, રાત્રે 8.30 વાગ્યા બાદ સમસ્યા શરૂ થઈ હતી જે અત્યાર સુધી ચાલુ છે. કંપની દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, કેટલાક iPhone યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા નથી. આમાં 52% લોકોએ લોગિન સમસ્યાઓ, 40% લોકોએ એપ્સમાં સમસ્યાઓ અને 8% લોકોએ વેબસાઇટ્સમાં સમસ્યાઓને લઈને રિપોર્ટ કર્યું છે.
આ પહેલા 2021માં પણ આવું જ થયું હતું જ્યારે ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જર જેવી મેટાની તમામ સેવાઓ એક સાથે ડાઉન થઈ ગઈ હતી. મેટા ડાઉન થયા બાદ Memesનું ઘોડાપૂર આવ્યું છે. આ દરમિયાન ટ્વિટર (X) એ પણ ટ્વીટ કરીને જવાબ આપ્યો છે. ટ્વિટર (X)એ લખ્યું કે લોકો X તરફ કેમ દોડી રહ્યા છે… અમે જાણીએ છીએ કે તમે બધા અહીં કેમ આવ્યા છો.


