અમિત શાહે કહ્યું હતુ કે, જ્યારે ‘વંદે માતરમ્’ પર ચર્ચા થઈ રહી છે. ત્યારે લોકસભામાં કેટલાક સભ્યોએ પ્રશ્ન કર્યો હતો કે ‘વંદે માતરમ્’ પર ચર્ચાની જરૂર કેમ પડી.
‘વંદે માતરમ્’ પર 2047માં પણ ચર્ચા થશે
વંદે માતરમની મહાનતા પર પ્રકાશ પાડ્યા પછી, અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે આ પવિત્ર ગૃહમાં વંદે માતરમ પર ચર્ચા થઈ રહી છે, ત્યારે લોકસભામાં કેટલાક સભ્યોએ પ્રશ્ન કર્યો હતો કે ‘વંદે માતરમ્’ પર ચર્ચા કરવાની જરૂર કેમ પડી. સાહેબ, ‘વંદે માતરમ્’ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને ફરીથી સ્થાપિત કરવા માટે, તેની રચના સમયે અસ્તિત્વમાં હતી, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અસ્તિત્વમાં હતી. આજે પણ અસ્તિત્વમાં છે અને 2047ના મહાન ભારતની રચના પછી પણ રહેશે.
અમિત શાહ પાસે કઇ યાદી છે ?
કોંગ્રેસ પર પોતાનો હુમલો ચાલુ રાખતા અમિત શાહે કહ્યું કે જ્યારે અમે ‘વંદે માતરમ્’ ગાવાનું શરૂ કરી રહ્યા હતા. ત્યારે પણ INDI ગઠબંધનના ઘણા લોકોએ કહ્યું હતું કે તેઓ ‘વંદે માતરમ્’ નહીં ગાય. અમિત શાહે કહ્યું કે, મારી પાસે આવા નેતાઓની યાદી છે, પરંતુ હું તેમના નામ આપવા માંગતો નથી. મેં વ્યક્તિગત રીતે ઘણા સભ્યોને ‘વંદે માતરમ્’ ગાતા પહેલા સંસદમાંથી વોકઆઉટ કરતા જોયા છે. દરમિયાન, વિપક્ષે અમિત શાહને એવા લોકોની યાદી આપવા કહ્યું જેઓ ઉભા ન થયા. અમિત શાહે જવાબ આપ્યો, ઠીક છે, હું સાંજ સુધીમાં યાદી ટેબલ પર મૂકીશ, પરંતુ તે નામો પર ચર્ચા પછી થવી જોઈએ.
ઇન્દિરા ગાંધી અંગે શું કહ્યુ ?
અમિત શાહે કહ્યું કે જ્યારે ‘વંદે માતરમ્’ તેની 100મી વર્ષગાંઠ પૂર્ણ કરી, ત્યારે દરેક વ્યક્તિ તેની શતાબ્દી ઉજવવાની અપેક્ષા રાખતો હતો. પરંતુ ‘વંદે માતરમ્’નો મહિમા કરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. કારણ કે ઇન્દિરા ગાંધીએ ‘વંદે માતરમ્’ ગાનારા બધાને કેદ કરી દીધા હતા. આ દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. લાખો વિપક્ષી સભ્યો, સામાજિક કાર્યકરો અને NGOના સભ્યોને કોઈ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ચૂંટણીમાં મતદાતાઓને આપેલા વચનોની વિરુદ્ધ કેમ જઇ રહ્યા છે Zohran Mamdani, જાણો શું હતા વાયદાઓ?


